Happy Birthday Neha Kakkar : સિંગિંગ રિયાલિટી શોમાં નેહા કક્કર કેમ વારંવાર રડવા લાગે છે? લાગણીઓ કે બીજું કંઈક

Neha Kakkar Birthday Special : બર્થ ડે ગર્લ નેહા કક્કરના ગીતો રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ જાય છે. નેહા કક્કર એક ફેમસ સિંગર હોવા ઉપરાંત એક શાનદાર કલાકાર પણ છે.

Happy Birthday Neha Kakkar : સિંગિંગ રિયાલિટી શોમાં નેહા કક્કર કેમ વારંવાર રડવા લાગે છે? લાગણીઓ કે બીજું કંઈક
Why does Neha Kakkar often start crying
| Edited By: | Updated on: Jun 06, 2023 | 4:48 PM

Neha Kakkar Birthday Special : આજે નેહા કક્કરનો જન્મદિવસ છે. પોતાના અવાજથી કરોડો દિલો પર રાજ કરનારી આ પ્રખ્યાત સિંગર 35 વર્ષની થઈ ગઈ છે. નેહા કક્કર તેના ગીતો તેમજ રિયાલિટી શોમાં જજ કરવા માટે જાણીતી છે. જો કે તેના ટેલેન્ટ કરતાં નેહાના આ શોમાં જોવા મળેલા આંસુ દર્શકોની ચર્ચાનો વિષય બની ગયા છે.

આ પણ વાંચો : Happy Birthday Neha Kakkar : નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ દ્વારા ગાવામાં આવેલુ બારિશ મેં તુમ ના શબ્દો ગુજરાતીમાં વાંચો

શું આ છે સાચું કારણ ?

વાસ્તવમાં ઈન્ડિયન આઈડલના એપિસોડ દરમિયાન નેહાના આવા ઘણા વીડિયો વાયરલ થયા છે, જેમાં સ્પર્ધકોની વાર્તા સાંભળીને નેહા ઈમોશનલ થતી જોવા મળે છે. નેહાના આ વીડિયોના કારણે તે સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ પણ થઈ રહી છે. કેટલાક લોકો નેહાના આંસુને ‘નૌટંકી’ નામ આપે છે, જ્યારે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે આ આંસુઓને કારણે શોને ટીઆરપી મળે છે અને નેહાને પૈસા મળે છે.

જાણો શા માટે નેહા થાય છે ભાવુક

જો કે નેહાના આંસુ પાછળની સ્ટોરી એકદમ અલગ અને રસપ્રદ છે. વાસ્તવમાં નેહાએ ઈન્ડિયન આઈડલથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે આ શોમાં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો અને હવે તે શોની જજ બનીને આઈડોલમાં જોડાઈ છે. જગરાતામાં ગાઈને પોતાના સપના જોતી નેહા કક્કર પરિવાર માટે સખત મહેનત કરી છે. તેની સખત મહેનતથી ભરેલી સફર ઘણો અર્થ ધરાવે છે અને આ જ કારણ છે કે સામે સ્પર્ધકની સ્ટોરી સાંભળીને નેહા ભાવુક થઈ જાય છે.

સ્પર્ધકોને કરે છે મદદ

નેહાએ આ સ્પર્ધકોને ઘણી વખત મદદ પણ કરી છે. તે સ્પર્ધકોને તેમની આગળની કરિયર માટે યોગ્ય માર્ગદર્શન પણ આપે છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો