Raju Srivastava : રાજુ શ્રીવાસ્તવનો વેન્ટિલેટર સપોર્ટ દુર કરાશે, ઓક્સિજન લેવલ પણ નોર્મલ છે

ફેમસ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું શરીર અત્યારે સારી રીતે કામ કરી રહ્યું છે, પરંતુ તેઓ હજુ સુધી હોશમાં આવ્યા નથી. માત્ર હાથ અને પગની હલચલ થોડી વધી છે.

Raju Srivastava : રાજુ શ્રીવાસ્તવનો વેન્ટિલેટર સપોર્ટ દુર કરાશે, ઓક્સિજન લેવલ પણ નોર્મલ  છે
ડોક્ટરોએ રાજુનું વેન્ટિલેટર પરથી દૂર કરવાનો નિર્ણય લીધો
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Sep 01, 2022 | 9:23 AM

Raju Srivastava : કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ છેલ્લા 22 દિવસથી હોસ્પિટલમાં છે અને તેમની તબિયતમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. જો કે, થોડા દિવસો પહેલા, તે ફરીથી હોશમાં આવ્યો હતો, જે પછી આવા સમાચાર સામે આવ્યા હતા, રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastava )પરિવાર અને તેના પ્રિયજનોમાં એક આશા જાગી છે કે, હવે તે ધીમે ધીમે સ્વસ્થ થઈ જશે. જો કે, તાજેતરમાં તેમના ભાઈએ તેમની તબિયત વિશે અપડેટ આપ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે રાજુ શ્રીવાસ્તવને 100 ડિગ્રી તાવ છે. આવી સ્થિતિમાં ડોક્ટરોએ તેનું વેન્ટિલેટર (Ventilator) હટાવવાનો નિર્ણય લીધો છે. જ્યારે તેના હૃદયના ધબકારા, બીપી અને ઓક્સિજનનું સ્તર સામાન્ય છે.

ડોક્ટરોએ રાજુનું વેન્ટિલેટર પરથી દૂર કરવાનો નિર્ણય લીધો

એક દિવસ પહેલા, ડોકટરો તેનું વેન્ટિલેટર દૂર કરવાનું વિચારી રહ્યા હતા. પરંતુ તેને ફરીથી તાવ આવ્યો, ત્યારબાદ ડોક્ટરોએ પોતાનો નિર્ણય બદલી નાખ્યો. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, હવે રાજુનું શરીર યોગ્ય રીતે કામ કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, SOD ડૉ પદ્મા શ્રીવાસ્તવ અને ડૉ અચલ શ્રીવાસ્તવ એમ્સ દિલ્હીમાં તેમની સારવાર કરી રહ્યા છે. બે વખત રાજુનો વેન્ટિલેટરનો સહારો થોડા સમય માટે હટાવી દેવામાં આવ્યો હતો, પરંતુ થોડા સમય બાદ તેને ફરીથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતુ. પરંતુ એક સારી વાત એ છે કે, રાજુ શ્રીવાસ્તવ હવે કુદરતી રીતે 90 ટકા ઓક્સિજન લઈ શકવા સક્ષમ છે અને ત્યારથી ડોક્ટરો સતત વિચારી રહ્યા છે કે વેન્ટિલેટર હટાવવું કે કેમ.

10 ઓગસ્ટથી વેન્ટિલેટર પર છે રાજુ શ્રીવાસ્તવ

રાજુ શ્રીવાસ્તવ છેલ્લા કેટલાક દિવસથી વેન્ટિલટર પર છે. તેના સ્વાસ્થમાં સુધારો થઈ રહ્યો છે તેને લઈ ડોક્ટરોએ તેનું વેન્ટિલેટર થોડા સમયમાટે દુર કરવાનો નિર્ણય લીધો હતો. 14 ઓગસ્ટના રોજ રાજુ શ્રીવાસ્તવને તાવ આવ્યો હતો પરંતુ 3 દિવસ બાદ રાજુના મગજમાં સંક્રમણ હોવાની જાણ થઈ હતી.
હજુ સુધી હોશ આવ્યો નથી

રાજુ શ્રીવાસ્તવનું બોડી યોગ્ય રીતે કામ કરી રહ્યું છે પરંતુ તેને હજુ સુધી હોશ આવ્યો નથી. માત્ર તેના હાથ-પગનું જ હલનચલન થઈ રહ્યું છે. રાજુ શ્રીવાસ્તવના સારા સ્વાસ્થ માટે આખો દેશ પ્રાર્થના કરી રહ્યો છે.