Bigg Boss OTT 2: શું તમે જાણો છો બિગ બોસના ઘરમાં સ્પર્ધકો આટલા કપડાં ક્યાંથી લાવે છે, જાણો સ્પર્ધકોની ફેશનનું રહસ્ય

Fashion Of Bigg Boss OTT 2 Contestants:બિગ બોસની દરેક સીઝનમાં ફેશન જોવા મળે છે. તમામ સ્પર્ધકો તેમના કપડા પર વિશેષ ધ્યાન આપે છે. તમારા મનપસંદ કલાકારોની ફેશન પાછળ એક રસપ્રદ રહસ્ય છે.

Bigg Boss OTT 2: શું તમે જાણો છો બિગ બોસના ઘરમાં સ્પર્ધકો આટલા કપડાં ક્યાંથી લાવે છે, જાણો સ્પર્ધકોની ફેશનનું રહસ્ય
| Edited By: | Updated on: Jun 27, 2023 | 10:00 AM

Bigg Boss OTT 2 Fashion Trends: બિગ બોસ OTT સીઝન 2માં 13 સ્પર્ધકોએ ભાગ લીધો છે, જે Jio સિનેમા પર 24 કલાક સ્ટ્રીમ થાય છે. જેમાંના કેટલાક સ્પર્ધકો મનોરંજન ઉદ્યોગના છે જ્યારે કેટલાક પ્રખ્યાત સોશિયલ મીડિયા સેલેબ્સ છે. દરરોજ આ શોના આ પ્રખ્યાત સ્પર્ધકો અલગ-અલગ ફેશનના કપડાં પહેરીને જોવા મળે છે. દરરોજ અલગ-અલગ ફેશન ટ્રેન્ડને અનુસરતા તેમના મનપસંદ સેલેબ્સને જોઈને ચાહકો આશ્ચર્ય થઈ જાય છે,

‘શું આ સ્પર્ધકો જેઓ દરરોજ 3-3 વખત કપડાં બદલતા હોય છે તેઓ આ બધું પોતાના પૈસાથી ખરીદે છે?’

બિગ બોસના ધરમાં હિના ખાન બાદ મોટા મોટા ડિઝાઈનરની સાથે ટાઈ અપ કરી ફ્રીમાં કપડા પહેરવાનો ટ્રેન્ડ જોવા મળે છે. હિના ખાન જ્યારે બિગ બોસ હાઉસમાં હતી તે દરમિયાન તેમણે અંદાજે 150થી વધારે નાઈટ શૂટ શોમાં પહેર્યા હતા. આ સીઝનમાં પણ કેટલાક સ્પર્ધકો છે જે બિગ બોસના ધરમાં ડિઝાઈનરની સાથે ટાઈઅપ કર્યું છે.

જે કપડાં તે બિગ બોસના ધરમાં પહેરે છે. તેઓ તેમના સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવે છે અને આ ફોટાના કેપ્ટશનમાં ડિઝાઇનરને ક્રેડિટ આપવામાં આવે છે. આ સિવાય ડિઝાઇનર્સ તેમના ક્લાઈન્ટ દ્વારા પહેરવામાં આવેલા કપડાંના સ્ક્રીનશોટ લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી શકે છે.

આ પણ વાંચો : RD Barman Birth Anniversary : આરડી બર્મનનું નામ ‘પંચમ’ પાડવા પાછળ છે રસપ્રદ સ્ટોરી, આજે પણ લોકોને પસંદ છે પંચમ દાના ગીત

આ કપડાંની ડીલિંગ ફ્રીમાં થાય છે. દર અઠવાડિયે સ્પર્ધકોના મેનેજર ડિઝાઈનર પાસેથી નવા કપડાં લઈને બિગ બોસના ઘરમાં મોકલે છે અને ગયા અઠવાડિયે પહેરેલા કપડાં ડિઝાઈનરને પહોંચાડવામાં આવે છે. જો કે, જો આ સમય દરમિયાન કપડાં ફાટી જાય અથવા ખરાબ થઈ જાય, તો સેલેબ્સને તે કપડાની કિંમત ચૂકવવી પડશે. પરંતુ કેટલાક સ્પર્ધકો એવા છે જે શોમાં પોતાના કપડા પહેરવાનું પસંદ કરે છે. સિદ્ધાર્થ શુક્લાએ થોડા કપડો સાથે આખી સીઝન સાથે શોની ટ્રોફી જીતી હતી.

તો ચાલો જોઈએ કે બિગ બોસ ઓટીટી 2 માં કઈ સેલિબ્રિટી ફ્રી કપડાં પહેરે છે અને કઈ સેલિબ્રિટીએ પોતાના કપડાં પહેરે છે. આ કપડા સિવાય, ચેનલના ડિઝાઇનર દ્વારા કલાકારોને ફાઈનલ માટે કપડાં આપવામાં આવે છે.

આકાંક્ષા પુરી

પોતાની બોલ્ડ ફેશન માટે જાણીતી અભિનેત્રી આકાંક્ષા પુરી બિગ બોસના ઘરમાં અલગ-અલગ અંદાજમાં જોવા મળે છે. તેના સોશિયલ મીડિયા પ્રોફાઇલ પરથી અંદાજ લગાવી શકાય છે કે તે તેના કપડા માટે ઘણી ફેશન બ્રાન્ડ અને ડિઝાઇનર્સ સાથે ટાઈઅપ કર્યું છે.

 

 

(Source Akanksha Puri instagram)

 

જો કે, પૂજા ભટ્ટ અને આલિયા સિદ્દીકી સાથે, અભિષેક મલ્હાન, સાયરસ, મનીષા રાની, જાદ હદીદ એવા સ્પર્ધકો છે જેઓ મોટાભાગે પોતાના કપડાં પહેરેલા જોવા મળે છે.

 

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો