કપિલ શર્મા શોનો આ સ્ટાર રોડ કિનારે વેચી રહ્યો છે મકાઈ, જુઓ Video

ધ કપિલ શર્મા શોમાં જોવા મળેલા કોમેડિયન સુનીલ ગ્રોવરે (Sunil Grover) હાલમાં જ એક હેરાન કરનારો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે મકાઈ શેકતો જોવા મળે છે. તેના આ વીડિયો પર ફેન્સ પણ કોમેન્ટ કરી રહ્યા છે.

કપિલ શર્મા શોનો આ સ્ટાર રોડ કિનારે વેચી રહ્યો છે મકાઈ, જુઓ Video
Sunil Grover
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Jul 24, 2023 | 3:08 PM

બોલિવુડ એક્ટર સુનીલ ગ્રોવરના (Sunil Grover) ટેલેન્ટથી દરેક વ્યક્તિ વાકેફ છે. ધ કપિલ શર્મા શોમાં (The Kapil Sharma Show) ગુત્થી અને ડો. ગુલાટીનો રોલ પ્લે કરનાર સુનીલ ગ્રોવરની જોરદાર ફેન ફોલોઈંગ છે અને તે ફેન્સનું મનોરંજન કરવાની કોઈ તક છોડતો નથી. સુનીલ ગ્રોવર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ફેન્સ સાથે વાતચીત કરવાનું પસંદ કરે છે. હાલમાં જ સુનીલ ગ્રોવરે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે એક રસ્તા પર મકાઈ વેચતો જોવા મળી રહ્યો છે.

દેશના જાણીતા કોમેડિયન સુનીલ ગ્રોવરની જોરદાર ફેન ફોલોઈંગ છે. હાસ્ય કલાકારો તેમના શાનદાર કોમિક ટાઈમિંગથી ફેન્સના દિલ જીતી લે છે. તેનો હાલનો વીડિયો પણ આ વાતનો પુરાવો છે, જ્યારે હાલમાં સુનીલ ગ્રોવરે તેનો લેટેસ્ટ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તે એક લારી પર બેસીને મકાઈ ગરમ કરી રહ્યો છે. તેની લારી પર કેટલીક અન્ય ખાદ્ય સામગ્રી પણ રાખવામાં આવી છે. સુનીલ પંખો ચલાવીને મકાઈ શેકવાની કોશિશ કરતો જોવા મળે છે. અંતે તે થાકીને બેઠેલો જોવા મળે છે.

સુનીલ ગ્રોવર તેના મિશન પર નીકળી પડ્યો છે. આ વીડિયો શેર કરવાની સાથે તેને કેપ્શનમાં લખ્યું છે કે તેના આગામી મિશનની તૈયારીમાં. સુનીલ ગ્રોવરના આ વીડિયો જોયા બાદ ફેન્સ વખાણ કરતા થાકતા નથી. ઘણા ફેન્સ તેને ફરી એકવાર કપિલ શર્મા શોમાં પાછા ફરવાની વિનંતી કરી રહ્યા છે.

(VC: Sunil Grover Instagram)

આ પણ વાંચો : રણબીર કપૂર અને અર્જુન કપૂરે સાથે જોઈ આ ફિલ્મ, બાળપણના મિત્રો ખાસ ડિનર માટે મળ્યા, જુઓ Viral Video

ફેન્સ આપી રહ્યા છે પ્રતિક્રિયા

એક વ્યક્તિએ કોમેન્ટ કરતાં લખ્યું છે કે પ્લીઝ મને પણ એક મકાઈ આપો, અન્ય એક યુઝરે લખ્યું છે કે શું ભાઈ? સ્ટવમાં આગ હોય તો પણ તમે તેને પંખોથી શેકી રહ્યા છો. અન્ય એક યુઝરે લખ્યું છે કે સુનીલ ભાઈ હંમેશા લોકોનું મનોરંજન કરવામાં સફળ રહે છે. એક યુઝરે લખ્યું છે કે ભાઈ, જ્યારે મકાઈ પૂરી રીતે પાકી જાય તો મને પણ બોલાવો. સુનીલ હંમેશા ફેન્સ માટે આવા મનોરંજક વીડિયો શેર કરતો રહે છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો