
જો તમે એક આર્મી મેન છો તો તમે કદાચ BTS કોન્સર્ટમાં (BTS virtual concert) ભાગ લેવાનું સપનું જોયું હશે અને ટિકિટ મેળવવાનો પ્રયાસ પણ કર્યો હશે. પરંતુ તે BTS હોવાથી તેમની કોન્સર્ટ ટિકિટો શાબ્દિક રીતે એક પલમાં વેચાઈ જાય છે. જે વિશ્વભરના લાખો ચાહકોને નિરાશ કરે છે.
ભારતમાં આરામથી બેસીને તમે બંગટાન છોકરાઓને સિઓલથી સારી રીતે લાઈવ જોઈ શકો છો. PVR પિક્ચર્સ, HYBE અને Trafalgar Releasing સાથે મળીને, ભારતના 26 શહેરોમાં PVR થિયેટરોમાં ‘BTS પરમિશન ટુ ડાન્સ ઓન સ્ટેજ – સિઓલ: લાઈવ વ્યૂઈંગ’નું લાઈવ સ્ક્રીનિંગ હોસ્ટ કરશે!
12 માર્ચે યોજાનારા સુનિશ્ચિત, લાઈવ સ્ક્રીનિંગ સિઓલથી આખી રીતે ‘BTS પરમિશન ટુ ડાન્સ ઓન સ્ટેજ’ બતાવવા માટે સેટ છે.
નેટીઝન્સને તેમની આંખો પર વિશ્વાસ નથી આવતો, તેઓએ કમેન્ટ્સથી આભારનો વરસાદ વરસાવ્યો. PTD કોન્સર્ટ 10 માર્ચે શરૂ થયો હતો અને પ્રેક્ષકોએ કોવિડ -19 પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કડક નિયમોનું પાલન કરવું પડ્યું હતું. ચાહકોને બૂમો પાડવા અને ચીસો પાડવાની મનાઈ કરવામાં આવી હતી અને તેમનો ઉત્સાહ વ્યક્ત કરવા માટે ફક્ત તાળીઓ વગાડવાની જ પરમિશન આપવામાં આવી હતી.
K-pop જૂથ BTSમાં 7 સભ્યો છે.- RM, Jin, J-Hope, Suga, Jimin, V અને Jungkook.
આ પણ વાંચો: Covid 19 : BTS સદસ્ય જિમીન થયો કોરોના સંક્રમિત, બિગ હિટ મ્યુઝિકે આપી માહિતી
આ પણ વાંચો: BTS Video : Sidharth Malhotra એ, જીવંત કર્યુ કારગીલ યુધ્ધના હીરો કેપ્ટન વિક્રમ બત્રાનુ પાત્ર, જુઓ વીડિયો