Indian Idol 16 Winner : કેન્સરના દર્દીઓ માટે ગાતી હતી ગીત, આજે બની ઈન્ડિયન આઈડલની વિજેતા

Indian Idol 16 Winner : ઓડિશાની જ્યોતિર્મયી નાયકે ઈન્ડિયન આઈડલ 16નો ખિતાબ જીત્યો છે. કેન્સરના દર્દીઓને મ્યુઝિક થેરાપી આપવાથી લઈ વિનર બનવા સુધી તેની પ્રેરણાદાયક સ્ટોરી જુઓ.

Indian Idol 16 Winner : કેન્સરના દર્દીઓ માટે ગાતી હતી ગીત, આજે બની ઈન્ડિયન આઈડલની વિજેતા
| Updated on: Jul 27, 2026 | 9:15 AM

સોની ટીવીના સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ સીઝન 16ને પોતાની નવી વિજેતા મળી ગઈ છે. મહીનાઓ સુધી ચાલેલા ઓડિયન્સથી લઈ પરફોર્મન્સ પછી ઓડિશાની રહેવાસી જ્યોતિર્મયી નાયક ઈન્ડિયન આઈડલ 16ની ટ્રોફી પોતાને નામ કરી છે. યાદો કી પ્લેલિસ્ટ થીમવાળી આ સીઝનના ધમાકેદાર ગ્રાન્ડ ફિનાલેમાં જ્યોતિર્મયી નાયકે ઈન્ડિયન આઈડલ 16ની ટ્રોફી પોતાને નામ કરી હતી. ફાઈનલમાં 5 ખેલાડીઓને ટકકર આપી જીત મેળવી છે.

તેમને ચમચમાતી ટ્રોફીની સાથે 20 લાખ રુપિયા અને સોની ટીવી તરફથી સિંગિંગ કોન્ટ્રાક્ટ મળ્યો છે. જેના હેઠળ તે તેમના મ્યુઝિક કોન્સર્ટમાં પરફોર્મ કરશે.

આઈડલ સીઝન 16ની વિજેતા

ગ્રાન્ડ ફિનાલીની સાંજે જ્યોતિર્મયીએ સ્ટેજ પર આવતા જ સૈયાં ઓ સૈયાં ગીત પર પોતાનો જાદુ ફેલાવ્યો હતો. આખી સીઝનમાં જ્યોતિર્મયીએ પોતાના ગીતથી દિગ્ગજ સિંગરોના દિલ જીત્યા છે. શોમાં જ્યારે બોલિવુડ ડ્રીમ ગર્લ હેમા માલિની આવી ત્યારે જ્યોતિર્મયીએ ઓ જબ તક હૈ જાન પર ઉભા થઈ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતુ.

ઓડિયા મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલી જ્યોતિર્મયીની સ્ટોરી માત્ર એક સિંગરની નથી. પરંતુ એક હીલર પણ છે. ઈન્ડિયન આઈડલના મંચ પર પગ રાખતા પહેલા જ્યોતિર્મયી કેન્સરના દર્દીઓ માટે ગીત ગાય તેને મ્યુઝિક થેરેપી આપવાનું કામ કરતી હતી. પોતાના સુરીલા અવાજથી દર્દીઓનો દુખાવો ઓછો કરવાનું કામ કરતી આ સિંગરને આજે દેશની વિનર બનાવી છે.

 

 

 

ટ્રોફી હાથમાં લેતા જ્યોતિર્મય ભાવુક થઈ હતી. તેમણે પોતાની આ ઐતિહાસિક જીત પર ટીવી9 ડિજીટલ સાથે ખાસ વાતચીતમાં કહ્યું ઈન્ડિયન આઈડલ 16નો ખિતાબ જીત્વો કોઈ સપના જેવું લાગી રહ્યં છે.આ ટ્રોફી માત્ર મારી નથી. પરંતુ એ તમામ લોકોની છે. જેમણે મારા પર વિશ્વાસ રાખ્યો. મને વોટ આપ્યા. હું આગળ પણ આવા મ્યુઝિક બનાવતી રહીશ.

સ્ટાર્સથી ભરપૂર ફિનાલે નાઈટ

“ઇન્ડિયન આઇડલ 16” નો ગ્રાન્ડ ફિનાલે એક ભવ્ય અને સ્ટાર્સથી ભરપૂર પ્રસંગ હતો. જજ શ્રેયા ઘોષાલ અને બાદશાહ, સંગીતના દિગ્ગજો ઉષા ઉથુપ, ઉદિત નારાયણ, પાપોન, કુમાર સાનુ, શહેનાઝ ગિલ અને ઉર્મિલા માતોંડકર સહિત, તેમની હાજરીથી ફિનાલે સુંદર રહી હતી.

 

માતા ગૃહિણી, પિતા એન્જિનિયર અને પતિ બિઝનેસમેન, 4 નેશનલ એવોર્ડ જીતી ચૂકેલ સિંગરનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us