કપિલ શર્માના કાફેમાં 500ની ચા, 800માં પાણી પુરી, મેનુ જોઈ કોમેડિયનના હોશ ઉડી ગયા

કોમેડિયન ભારતી સિંહ પોતાના પરિવાર સાથે કપિલ શર્માના કાફેમાં પહોંચી હતી. અહી તેમણે વોલ્ગ બનાવ્યો હતો. આ વોલ્ગમાં કપિલ શર્માના કાફે વિશે જણાવી રહી છે. તો ચાલો જાણીએ શું શું મેનુ છે.

કપિલ શર્માના કાફેમાં 500ની ચા, 800માં પાણી પુરી, મેનુ જોઈ કોમેડિયનના હોશ ઉડી ગયા
Image Credit source: AI
| Updated on: Oct 18, 2026 | 12:19 PM

કોમેડિયન ભારતી સિંહ પોતાના પરિવાર સાથે દુબઈ પહોંચી છે. તેમણે વોલ્ગમાં જણાવ્યું કે, તેના નાના દીકરા કાજુની પહેલી ઈન્ટરનેશનલ ટ્રિપ છે. આ ટ્રિપ દરમિયાન ભારતી સિંહ ,હર્ષ ,કાજુ અને ગોલાની સાથે કપિલ શર્માના કાફેમાં પહોંચે છે. કપિલ શર્માના કાફેનું મેન્યુ જોઈ ભારતી સિંહ ચોકી જાય છે.

કપિલ મામુના કાફે પહોંચ્યો પરિવાર

ભારતી સિંહે પોતાના વોલ્ગમાં કહ્યું કે, તે કપિલ શર્માના કાફેમાં લંચ માટે પહોંચી હતી. વોલ્ગમાં ભારતી સિંહ ગોલાને પુછે છે કે, આ કોને કાફે છે. જેના પર ગોલા જવાબ આપે છે કપિલ મામુનો

ભારતી સિંહને પસંદ આવ્યું કપિલનું કાફે

ભારતી સિંહના કૈપ્સની થીમ ખુબ પસંદ આવી હતી.વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ભારતી સિંહ અને તેના પરિવારનું સ્વાગત મેંગો બરિસ્તા, મેંગો ચિલી લેમન અને કોકો બ્લુ ઓસનથી થયું હતુ. ગોલા વીડિયોમાં કહે છે. તેમણે ચોકલેટ ખાધી છે.

મેન્યુ જોઈ ભારતી સિંહ હેરાન

ભારતી સિંહ કહે છે કે, તે મેનુ જોઈ ચોંકી ગઈ હતી. તેમણે કહ્યું કે, હું મેનુ જોઈ હેરાન રહી ગઈ છું. માઈન્ડ બ્લોઈંગ મેનુ છે. વડાપાંવ,પંજાબી કુલ્ચા, આલુ પરાઠા, પનીર પરાઠા, કોફી હશે , શેક હશે. શાનદાર લંચ કરી અહી જશું. ભારતી સિંહે કહ્યું કે, કપિલ શર્માએ અમને એટલા હસાવ્યા છે. તેનું જમવાનું પણ તમે ટ્રાય કરો. એટલું સરસ છે. તમે વારંવાર જશો.

ભારતી સિંહે લંચ માટે શું ઓર્ડર આપ્યો?

ડ્રિંક્સ પછી, ભારતી સિંહે પાણીપુરીનો ઓર્ડર આપ્યો. ભારતી કહે છે કે કપિલ શર્માએ તેની બધી મનપસંદ વસ્તુઓ કાફેમાં રાખી છે. આગળ, ભારતી સિંહે આલુ ટિક્કી ખાધી. લંચ માટે, ભારતી સિંહે અમૃતસરી કુલચાનો ઓર્ડર આપ્યો. તમને જાણીને નવાઈ લાગશે કે, કપિલના કાફેમાં એક કપ ચાની કિંમત 500 રુપિયાથી વધારે છે. એક પ્લેટ પાણી પુરીની પાણી પ્લેટ 800 રુપિયામાં મળે છે.મીડિયા રિપોર્ટ મુજબ મેનુમાં સૌથી મોંઘી વસ્તુ પાસ્તા છે. જેની કિંમત 1,604 રુપિયા છે. જ્યારે સૌથી સસ્તી વસ્તુ 490 રુપિયા છે. કાફેમાં ભારતીય અને ઈન્ટરનેશનલ બંને પ્રકારની ડિશ મળે છે.

પતિ છે ગુજરાતી, 41 વર્ષની ઉંમરે ફરી માતા બની, આવો છે ભારતી સિંહનો પરિવાર અહી કલિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.