બિગ બોસ ઓટીટી 3ના વીકએન્ડ કા વાર ખુબ ખાસ છે. અનિલ કપુર સ્પર્ધકોના ક્લાસ લેતા પણ જોવા મળ્યા હતા. રવિવારના રોજ બિગ બોસ ઓટીટી 3નો વિકએન્ડ કા વારમાં રવિ કિશન પણ શોને ચમકાવવા પહોંચ્યો હતો. તેમણે શિવાની કુમારી પર નિશાન પણ સાધ્યું હતુ. તો બીજી બાજુ વિશાલ પાંડેના માતા-પિતા પણ શોમાં પહોંચી પુત્રને સપોર્ટ કર્યો અને અરમાન મલિક પર ગુસ્સે પણ થયા હતા.
બિગ બોસ ઓટીટી ‘વીકેન્ડ કા વાર’ પર વધુ એક ઇવિક્શન થયું છે. અન્ય એક સભ્ય બિગબોસના ઘરમાંથી બહાર થયો છે, આ બહાર નીકળનાર સભ્ય બીજું કોઈ નહીં પણ ચંદ્રિકા દીક્ષિત છે. ચંદ્રિકાને ઓછા વોટ મળવાને કારણે બહારનો રસ્તો જોવો પડ્યો છે.
વડાપાંઉ ગર્લ ચંદ્રિકા દીક્ષિતનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ચંદ્રિકાએ મેકર્સ પર ગુસ્સો પણ કાઢ્યો છે. તેને બાયસ્ડ ગણાવ્યો છે. માણસ પોતાના મતલબ માટે કાંઈ પણ કરી શકે છે. મે કોઈ વિશે ખોટું કહ્યું જ નથી.
બિગ બોસ ઓટીટીમાંથી વડાપાંઉ ગર્લ ચંદ્રિકા દીક્ષિત બહાર થઈ ગઈ છે. ચંદ્રિકા પહેલા ટેરો કાર્ડ રીડર મુનીષા ખટવાની, પૌલમી દાસ, પાયલ મલિક અને નીરજ ગોયતની સફર બિગ બોસમાં પૂર્ણ થઈ ચૂકી છે. હવે ઘરમાં સના મકબૂલ, સાંઈ કેતન રાવ, અરમાન મલિક, કૃતિકા મલિક,શિવાની કુમારી, સના સુલ્તાન, દીપક ચૌરસિયા, વિશાલ પાંડે, લવ કટારિયા અને રૈપર નેજી વચ્ચે ટકકર છે.
બિગ બોસના ઘરમાં ચંદ્રિકાનો કોઈ સ્ટેન્ડ જોવા મળ્યો ન હતો. તે હંમેશા કોન્ટ્રવર્શીથી દુર રહેતી હતી. ચંદ્રિકાનો મોટાભાગનો સમય કિચનમાં પસાર કરતી હતી. તેમજ તે અરમાન મલિક અને કૃતિકા સાથે વધુ સમય પસાર કરતી જોવા મળી હતી.ન તો તે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી જોવા મળી ન તો કોઈ મુદ્દે સ્ટેન્ડ લેતી હતી. આ જ કારણ છે કે હવે આ શો સાથે તેની સફરનો અંત આવી રહ્યો છે.