Bigg Boss OTT 3 : આ વખતે બિગ બોસનું ઘર વધુ લક્ઝુરિયસ છે, કિચન એરિયા છે ખુબ જ સ્પેશિયલ જુઓ વીડિયો

બિગ બોસના ઘરના ફોટો સામે આવી ચુક્યા છે. આ વખતે ઘર ખુબ સુંદર છે, સૌથી મોટો રિયાલિટી શો બિગ બોસ ઓટીટીની ત્રીજી સિઝન 21 જૂનના રોજથી શરુ થશે. આ શોનું લાઈવ સ્ટ્રીમિંગ જિયો પર થશે. જેમાં આ સીઝનના સ્પર્ધકની ધમાકેદાર એન્ટ્રી જોવા મળશે.

Bigg Boss OTT 3 : આ વખતે બિગ બોસનું ઘર વધુ લક્ઝુરિયસ છે, કિચન એરિયા છે ખુબ જ સ્પેશિયલ જુઓ વીડિયો
| Updated on: Jun 20, 2024 | 5:13 PM

સૌથી મોટો રિયાલિટી શો બિગ બોસ ઓટીટીની ત્રીજી સીઝન 21 જૂન એટલે કે, શુક્રવારથી શરુ થઈ રહી છે. શોનો ગ્રાન્ડ પ્રીમિયર જિયો પર લાઈવ સ્ટ્રીમ થશે, જેમાં આ સીઝનમાં ધમાકેદાર એન્ટ્રી પણ થવાની છે. આ શોને અનિલ કપુર હોસ્ટ કરશે, મેકર્સે શો શરુ થવાના એક દિવસ પહેલા બિગ બોસના ઘરની ઝલક દેખાડી છે. આ વખત ખુબ જ આલિશાન ઘર તૈયાર કરવામાં આવ્યું છે,

ગાર્ડન એરિયામાં એન્ટ્રી

મેકર્સે બિગ બોસ ઓટીટીનો વીડિયો શેર કર્યો છે.જેમાં શરુઆત બીબી હાઉસના મેન ગેટથી થાય છે. ગેટની બંન્ને બાજુ શેતાન જોવા મળી રહ્યા છે, જેના હાથમાં તલવાર છે. ત્યારબાદ ગાર્ડન એરિયામાં એન્ટ્રી થાય છે. જેમાં સ્વિમિંગ પુલ એરિયા ખુબ સુંદર રીતે તૈયાર કરાયેલો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ શેતાનનો ચેહરો જોવા મળી રહ્યો છે. જેમાં મોઢામાંથી પાણી બહાર આવી રહ્યું છે અને નીચે એક નાનકડું પુલ પણ છે. ત્યારબાદ જિમ એરિયા આવે છે.

 

 

બિગ બોસ ઓટીટીનો કિચન એરિયા સુંદર છે જેને ખુબ સારી રીતે શણગારવામાં આવ્યો છે. ઘરના ખુણે ખુણાની ઝલક જોવા મળી રહી છે. દિવાલ પર ભૂત શૈતાન અને ડ્રેગનની સાથે સાથે જોકર પણ જોવા મળી રહ્યા છે. જેનાથી એ સ્પષ્ટ છે કે, આ વખતે કોન્સેપ્ટ ખુબ જ શાનદાર હશે.

આ સ્પર્ધકોની થઈ શકે છે એન્ટ્રી

દિલ્હીની વડા પાવ ગર્લના નામથી મશહુર ચંદ્રિકા દીક્ષિતને બીગ બોસ ઓટીટી સીઝન 3ની પહેલી સ્પર્ધક જાહેર કરવામાં આવી છે. આ સાથે સાંઈ કેતન રાવ, શિવાની કુમારી સહિત અન્ય કેટલાક સ્ટાર પણ આ શોમાં જોવા મળી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અંજુમ ફકીહ, સના મકબુલ,સના સુલ્તાન અને મીકા સિહં પણ જોવા મળી શકે છે.

આ પણ વાંચો : એક વર્ષ મોટી અભિનેત્રી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે ઝહીર ઈકબાલ, આવો છે શત્રુઘ્ન સિંહાના જમાઈનો પરિવાર

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો