Big Boss OTT-2માંથી ફલક થઈ બહાર, તૂટી પડ્યો અવિનાશ સચદેવ, હાથ પકડીને કહી દિલની વાત

'બિગ બોસ ઓટીટી સીઝન-2'માં ફલક નાઝ આ અઠવાડિયે બેઘર થઈ ગઈ. જોકે, અભિનેત્રીને બહાર જતા જોઈને અવિનાશ સચદેવ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા, આ દરમિયાન તેણે તેનો હાથ પકડીને પોતાના દિલની વાત કરી હતી.

Big Boss OTT-2માંથી ફલક થઈ બહાર, તૂટી પડ્યો અવિનાશ સચદેવ, હાથ પકડીને કહી દિલની વાત
| Edited By: | Updated on: Jul 24, 2023 | 9:54 AM

આ અઠવાડિયે ‘બિગ બોસ ઓટીટી સીઝન-2‘માં ડબલ નહીં પરંતુ માત્ર એક જ ઇવિક્શન થયું. ‘વીકેન્ડ કે વાર’માં જ્યાં એક તરફ હોસ્ટ સલમાન ખાને પરિવારના ઘણા સભ્યોને આકરા ક્લાસ લીધા તો બીજી તરફ ચોંકાવનારી ઘટનાઓ પણ જોવા મળી છે. વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીને કારણે ગયા અઠવાડિયે કોઈ પણ સ્પર્ધકને બહાર કરવામાં આવ્યા ન હતા, ત્યારબાદ એવી ચર્ચાઓ થઈ હતી કે ,આ અઠવાડિયે બે સ્પર્ધકોને બહાર કાઢી શકાય છે. જેમાં જેહ હદીદ અને ફલક નાઝના નામ સામેલ હતા. જોકે, ફલક નાઝ આ અઠવાડિયે બેઘર થઈ ગઈ છે.

વીકએન્ડ કા વારમાં સલમાન ખાને નોમિનેટેડે સ્પર્ધકના લિસ્ટમાં સામેલ અવિનાશ સચદેવ, ફલક નાઝ અને હદીદના નામ લીધા હતા. આ દરમિયાન અન્ય ઘરના સભ્યો એ સૌથી ઓછા એક્ટિવ રહેનાર સ્પર્ધકના નામ લેવાના હતા. આ દરમિયાન ઘરના સભ્યોએ ફલક નાઝનું નામ લીધું હતુ. ત્યારબાદ ફલક નાઝ બેધર થઈ હતી.

આ પણ વાંચો : 80 વર્ષની ઉંમરે બિગ બીએ ફરીથી KBC 15ની ખુરશી સંભાળી, શૂટિંગ થયું શરૂ

ફલક નાઝને બહાર જતાં જોઈ ઈમોશનલ થયો અવિનાશ

બિગ બોસ ઓટીટી 2ની શરુઆતથી ઘરમાં ફલક નાઝ અને અવિનાશ સચદેવની કેમિસ્ટ્રી ચાહકોને પસંદ આવતી હતી. ટાસ્ક હોય કે પછી ઝગડાઓ બંન્ને એક બીજાને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા. પરંતુ મોટાભાગના ઘરના સભ્યોએ ફલક નાઝનું નામ લીધું હતું જેના કારણે તે ઘરમાંથી આઉટ થઈ હતી. જેને જોઈ અવિનાશ સચદેવ ખુબ ઈમોશનલ થયો હતો.

 

 

ફલક નાઝને ખુશીથી ઘરની બહાર નીકળતા જોઈને અવિનાશ સચદેવ ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. આ દરમિયાન તે ફલક નાઝનો હાથ પકડીને પોતાના દિલની વાત કહેતો જોવા મળે છે. બિગ બોસના ઘરની અંદર બંનેની આ છેલ્લી મુલાકાત જોઈને ફેન્સ પણ ખૂબ જ ભાવુક થઈ ગયા છે. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

અવિનાશે પ્રેમ વ્યક્ત કર્યો

અવિનાશ સચદેવે બિગ બોસના ઘરમાં જ ફલક નાઝ માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. જો કે, અભિનેત્રીએ તેની આગામી પ્લાનને કારણે તેના પ્રેમને નકારી કાઢ્યો હતો. પરંતુ બંનેની વધતી જતી નિકટતાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

જિયા થઈ ઈમોશનલ

હાલમાં બિગ બોસના ઘરમાં બે ગ્રુપ જોવા મળી રહ્યા છે. એલ્વિશ યાદવ, અભિષેક મલ્હાન, મનીષા રાની અને આશિકા ભાટિયા પ્રથમ ગ્રૂપમાં છે જ્યારે જિયા શંકર, ફલક નાઝ અને અવિનાશ સચદેવ બીજા ગ્રૂપમાં છે. જો કે, ફલકની હકાલપટ્ટી બાદ હવે માત્ર જીયા શંકર અને અવિનાશ સચદેવ બીજા ગ્રુપમાં બચ્યા છે. તે જ સમયે જિયા શંકર પણ ફલકના જવાથી ખૂબ ભાંગી પડી હતી અને રડતા જોવા મળી હતી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો