
બિગ બોસ (Bigg Boss) માત્ર હિન્દીમાં જ નહિ પરંતુ મરાઠી, તમિલ , તેલુગુ, કન્નડ , બંગાળી અને મલયાલમ જેવી અનેક ભાષામાં ટેલિકાસ્ટ થાય છે. હાલમાં બિગ બોસ હિન્દી સીઝન 17ની સાથે સાથે કન્નડ અને બિગ બોસ તેલુગુ પણ ઓન એર થયો છે. હાલમાં જ બિગ બોસ કન્નડ 10નો સ્પર્ધક વર્થુર સંતોષને રવિવારના એક એપિસોડ દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી, રિયાલિટી શોની અંદર કથિત વાઘના નાખનું પેંડેંટ પહેરવા માટે વનવિભાગને મળેલી ફરિયાદના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે.
Bigg Boss Kannada Season 10 contestant Varthur Santhosh arrested from sets over ‘tiger claw’ locket.#BiggBoss #BiggBossKannada pic.twitter.com/a5CUfQQTWw
— Bigg Boss Khabri (@09Biggboss) October 23, 2023
બેંગ્લુરુ શહેરના વન સંરક્ષક એન રવિન્દ્ર કુમારે ધરપકડની પુષ્ટી કરી છે. તેનું કહેવું છે કે, સંતોષે વાધનો નખ પહેર્યો હતો અને તેણે પોતાના અધિકારીઓને આ શોની અંદર મોકલ્યા હતા , સુત્રોની વાત માનીએ તો હવે સંતોષ પોલીસની ધરપકડમાં છે. તપાસ દરમિયાન સંતોષે ખુલાસો કર્યો કે, તેના પૂર્વજોએ તેને આ નખ આપ્યો હતો. અધિકારીઓએ વાધના નખ હોવાની પુષ્ટિ માટે નખને ફોરેન્સિક લેબમાં મોકલ્યો છે.
તમને જણાવી દઈએ કે, કોઈ પણ જાનવરના અંગો પહેરવા કે પછી પ્રદર્શિત કરવા તે વન્યજીવ કલમ 1972 હેઠળ દંડનીય અપરાધ છે. આ ગુનો વાધ જેવી અન્ય ધીમે ધીમે લુપ્ત થતી પ્રજાતીઓને સુરક્ષા પ્રધાન કરવા માટે છે. કોઈપણ વ્યક્તિને આ ગુના માટે 3 થી 7 વર્ષની જેલની સજા થઈ શકે છે. બિગ બોસ કન્ન્ડના સ્પર્ધક વર્થુર સંતોષ બેંગ્લુરુમાં ગાય વેચવાનો વ્યવસાય કરે છે અને રિયલ એસ્ટેટનો પણ વ્યવસાય કરે છે. અત્યાર સુધી, ન તો બિગ બોસ કન્નડના આ સ્પર્ધક કે ન તો શોના નિર્માતાઓ અથવા ચેનલે આ સમગ્ર મામલે કોઈ સત્તાવાર નિવેદન જાહેર આપ્યું છે. હાલમાં બિગ બોસ હિન્દી પણ ધમાકેદાર ચાલી રહ્યું છે. અને લોકો આ શોને પસંદ પણ કરી રહ્યા છે.
આ પણ વાંચો : Monalisa Photos: મોનાલિસાનો ગરબા નાઈટ લુક થયો વાયરલ, ફેન્સે કર્યા વખાણ