Bigg Boss 16: ચિકનને લઈ શાલીન પર ગુસ્સે થયા બિગ બોસ, અર્ચનાએ કહ્યું આવા લોકોની જરુર નથી

બિગ બોસ (Bigg Boss 16)ના ઘરમાં શાલીનની બિગ બોસ સાથે ટક્કર જોવા મળી હતી. શાલીને ચિકન માટે તમામ હદો વટાવી દીધી છે. જેના કારણે બિગ બોસે કડક પગલું ભર્યું છે.

Bigg Boss 16: ચિકનને લઈ શાલીન પર ગુસ્સે થયા બિગ બોસ, અર્ચનાએ કહ્યું આવા લોકોની જરુર નથી
બિગ બોસ શાલીન પર ગુસ્સે થયા
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Nov 04, 2022 | 11:40 AM

Bigg Boss 16: બિગ બોસના ઘરમાં દરેક સ્પર્ધકનો રંગ બદલવો એ તો સામાન્ય વાત થઈ ગઈ છે. બિગ બોસના ટાસ્ક દરેક સ્પર્ધકનો નવો ચહેરો સામે આવી રહ્યો છે પરંતુ માત્ર શાલીન ભનૌટ એવો છે જેનું રમતથી વધારે ધ્યાન જમવા પર રાખે છે વારમવાર પોતાના હેલ્થની વાત કરી શાલીન બિગ બોસની પાસે ચકન માંગતો જોવા મળતો હોય છે.બિગ બોસના ઘરમાં ચિકનને લઈ મોટું પ્રદર્શન જોવા મળ્યું હતુ. શાલીન ભનૌટે એક નહિ બે નહિ પરંતુ અનેક વખત બિગ બોસને કહેતો જોવા મળ્યો છે કે, બિગ બોસ તેને ચિકન આપે અને શક્ય હોય તો એક સાથે ત્રણેય સમયનું ચિકન એક સાથે મોકલી આપે.

હવે માત્ર શાલીનને એવો સ્પર્ધક નથી જે ચિકન વિશે બોલતો જોવા મળી રહ્યો છે પરંતુ ટીના પણ બિગ બોસને કહેતી જોવા મળી રહ્યી છે કે,પ્લીઝ બિગ બોસ હું ત્રીજી વખત બોલી રહી છું આનું ચિકન મોકલી આપો.

ચિકન ચિકન સાંભળી બિગ બોસ પણ ગુસ્સે થયા

વારંમ વાર ચિકન ચિકન સાંભળી બિગ બોસ પણ ગુસ્સે થાય છે અને શાલીનને કોન્ફરન્સ રુમમાં બોલાવે છે. જ્યાં બિગ બોસ કહે છે કે, તમને ભુખ્યા રાખવાની અમારી કોઈ ઈચ્છા નથી. તમે વારમવાર બોલી એ દેખાડવાની કોશિશ કરી રહ્યા છો કે, તમને જમવાનું આપવામાં આવી રહ્યું નથી. આ દરમિયાન શાલીન બિગ બોસની વાતને અવગણના કરતો જોવા મળી રહ્યો છે. જેને લઈ બિગ બોસ માત્ર રાશનના હિસાબથી ચિકન આવવાની વાત કહે છે અને ચિકન આપવાની મનાઈ કરે છે. આ નિર્ણય બાદ શાલીન ખુબ ગુસ્સે થાય છે અને કોન્ફરન્સ રુમની બહાર ચાલ્યો જાય છે.

 

કોન્ફરન્સ રુમની બહાર આવતા જ અર્ચના ગૌતમ કહે છે કે, આને બહાર મોકલી દો આ બિગ બોસમાં જમવા આવ્યો છે. તેને ખબર નથી કે, બિગ બોસના ઘરમાં જમવાનું મળતું નથી આ સિવાય તે એ કહેતી પણ જોવા મળે છે કે, તુ ટીવી સિરીયલ કરતો અહિ કેમ આવ્યો છો. બિગ બોસને આવા લોકોની જુરુરત નથી. તે આગળ કહે છે હું આને બિગ બોસમાં આવવાની ભુલ માનું છુ. માર્કેટમાં આટલા અભિનેતા છે. તો આને કેમ લઈને આવ્યા શું આ જમવા આવ્યો છે ? અર્ચનાની વાત સાંભળ્યા બાદ શાલિન તેને કહે છે કે, હું તારી સાથે વાત કરી રહ્યો નથી. હવે બિગ બોસ શાલીન માટે શું નિર્ણય લે છે. અને શું શાલિન ચિકન વગર રહી શકશે આ જોવું ખુબ જ દિલચસ્પ હશે.