આશુતોષ કૌશિક ઉત્તરપ્રદેશના સહારનપુરના આ છોકરો મોટા મોટા રિયાલિટી શો જીતી રાતો રાત સ્ટાર બની ગયો પરંતુ તેની આ જીતે તેને સફળતાની સીડી વધારે ચઢાવી નહિ. તમને જણાવી દઈએ કે, આશુતોષ દારુ પીને બાઈક ચલાવવા મામલે ધરપકડ પણ કરવામાં આવી હતી. તેમજ એક દિવસની સજા પણ સંભળાવવામાં આવી હતી. આશુતોષ ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે. લાલ, રંગ, જિલ્લા ગાઝિયાબાદ અને શોર્ટ કટ જેવી ફિલ્મોમાં સાઈડ રોલમાં જોવા મળ્યો હતો. તેમણે એક ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું પણ હતું કે, તે પોતાના સ્ટારડમને સંભાળી શક્યો નહિ.
આશુતોષ કૌશિકે તાજેતરમાં રોડીઝ 5.0 દરમિયાન તેમની અને રઘુ રામ વચ્ચેના તણાવ વિશે વાત કરી હતી. રિયાલિટી શોના વિજેતાએ શેર કર્યું કે તેણે રઘુને સંબોધતી વખતે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવા સામે ચેતવણી આપી હતી. સિદ્ધાર્થ કન્નન સાથેની મુલાકાતમાં ખુલ્લીને વાતો કરી હતી.
આશુતોષે એક ટાસ્ક દરમિયાન રઘુ સાથેની ટકકર વિશે વાત કરતાં કહ્યું, “ઉસને કહા, ‘તુઝસે ટાસ્ક નહીં હુઆ.’ મૈને કહા, ‘ક્યા સચિન તેંડુલકર હૈ જો ઝીરો પે આઉટ હો ગયા? ઔર ઐસા હૈ મેં યહા તેરી ગાલિયા સુન્ને તો આયા નહીં. લા હમારા થૈલા દે, હમ તો અપને ઘર ચલ રહે હૈં. તેરી ઇજ્જત તબ તક હૈ જબ તક હમ તુઝે ગલીયા નહી દેતે. અગર હમને દેની શુરુ કર દી તો ફિર ક્યા કરેગા? મૈં તેરી ગલિયાં સુન્ને આયા હી નહીં. કાર્ય કરને આયા હૂં.
બિગ બોસ સીઝન 2 અને રોડીઝ સીઝન 5નો વિજેતા આશુતોષ કોશિકે હાલમાં એમટીવી સાથે પોતાના મતભેદને લઈ ખુલીને વાત કરી છે. એક ઈન્ટરવ્યુમાં અભિનેતાએ ખુલાસો કર્યો છે કે, કઈ રીતે એમટીવીની સાથે તેના સંબંધો ત્યારે ખરાબ થયા જ્યારે કંપની સાથે ટકકર થઈ હતી. આશુતોષને બિગ બોસ સીઝન 2માં 1 કરોડ રુપિયાની જીતમાંથી 30 લાખ રુપિયા પાછા આપવાનું કહેવામાં આવ્યું હતુ. તેમણે આના પર સવાલો પણ ઉઠાવ્યા હતા.