બિગ બોસ 18માં સ્પર્ધકો વચ્ચે તણાવ વધી રહ્યો છે. હાલમાં ટાઈમ ગોડના ટાસ્કમાં ફરી એક વખત રજત દલાલ અને દિગ્વિજય સિંહ રાઠી સામ સામે ટકરાયા હતા. આ દરમિયાન અગ્રેશન એટલું વધુ ગયું હતુ કે, વાત ઝપાઝપી સુધી પહોંચી હતી. જેમ જેમ ફિનાલેના દિવસો નજીક આવી રહ્યા છે. ઘરના સભ્યો આમને સામને લડી રહ્યા છે. મિત્રો પણ હવે દુશ્મન બની રહ્યા છે. અને દુશ્મન -મિત્ર બની રહ્યાછે. જેમાં એક સ્પર્ધક તો એટલી ગુસ્સામાં આવી ગઈ કે, તેમણે પોતાને જ લાફો મારી દીધો હતો. એડિન રોઝ અને કશિશ કપૂરથી નારાજ થઈ સારાએ પોતાને જ થપ્પડ મારી દીધી હતી.
ટાઈમ ગોર્ડ ટાસ્ક પહેલા રજત દલાલે સારા અને યામિની સાથે વાત કરી હતી. જેમાં સારા કહે છે કે, કશિશ અને એડિનથી તે નારાજ છે. સારાને કશિશ અને એડિન સામે એક ફરિયાદ છે કે, બંન્ને ઘરના કોઈ કામ કરતી નથી. તેમજ કાંઈ બોલતી પણ નથી, તેઓ મેકઅપ કરવા અને ગુડ લુક દેખાડવા માટે આવી છે. જયારે કશિશ ચાહત સાથે ઝગડો કરી રહી હતી. તો તેને કેટલાક અપશબ્દો પણ કહ્યા હતા. શું આ બધું સાચું છે.મેં ક્યારેય કોઈની સામે તેનું અપમાન કર્યું નથી.
જેના પર યામિનીએ સારાને સપોર્ટ કર્યો અને કહ્યું કે,સાચું છે તે દરેક પરિસ્થિતિમાં કશિશ અને એડિનને સપોર્ટ કરે છે પરંતુ જ્યારે સારાને બંન્નેની જરુર હતી તો બંન્ને તેની સાથે ન હતી.
ટાસ્ક બાદ સારા અરફીન ખાન, એડિનની સાથે બેઠી હોય છે. સારા એડિનને ગુસ્સામાં પુછે છે કે,તેને શું પ્રોબ્લેમ છે. જેના પર રજત દલાલ સારાને આરામથી વાત કરવાનું કહે છે. જેના પર સારા પોતાને જ થપ્પડ મારી દે છે. સારા કહે છે હું આટલી ખરાબ છે. આ બધું બોલી ચાલી જાય છે. શોની વાત કરીએ તો આ વખતે ટાઈમ ગોર્ડની ખુરશી શ્રુતિકા અર્જુનને મળી છે.અને આ સાથે તેને બે અઠવાડિયા માટે ઈમ્યુનિટી પણ મળી ગઈ છે. હવે જોવાનું એ રહે છે કે તેના ટાઈમ ગોડ બનવા પર પરિવારના સભ્યો શું રિએક્શન આપશે.