બિગ બોસે ઘરના ટાઈમ ગોડ રહી ચૂકેલા દિગ્વિજય રાઠી, રજત દલાલ અને વિવિયન ડીસેનાને મોટી જવાબદારી આપી છે. તેમણે એક વિશેષ અધિકાર આપતા કહ્યું કે,તેઓ એ લોકોને ટાઈમ ગોડ ની રેસમાંથી બહાર કરશે. જેને ટાઈમ ગોડ બનતા જોવા માંગતા નથી. ત્યારે દિગ્વિજય, રજત અને વિવિયન શિલ્પા શિરોડકર, કરણ વીર મેહરા, કશિશ કપૂર, ચાહત પાંડે, શ્રુતિકા અર્જુન, ચુમ દરાંગ, અવિનાશ મિશ્રા, યામિની મલ્હોત્રા અને અદિતિ મિસ્ત્રીને ટાસ્કમાંથી બહાર કરે છે.
બિગ બોસના સોશિયલ મીડિયા લોકો ઈશા સિંહને ટાઈમ ગોડ માની રહ્યા છે. ઈશા સિંહ, ઈડન રોઝ, સારા અરફીન ખાન અને તજિંદર બગ્ગા ટાઈમ ગોડની રેસમાં છે. ત્યારબાદ આ તમામ દાવેદારને એક ટાસ્ક આપવામાં આવે છે. જેનો સંચાલક અવિનાશ હતો.ઈશા સિંહ ટાસ્ક જીતી ગઈ અને ઘરની નવી ટાઈમ ગોડ બની ગઈ છે.
ઈશા સિંહ ટાઈમ ગોડ બનતા જ ચાહકો ખુશ છે. અને કહી રહ્યા છે કે, બિગ બોસ 18ની ટ્રોફી પણ ઈશા સિંહ જીતશે.તમને જણાવી દઈએ કે,બિગ બોસની આ સ્પર્ધક બ્યુટી પેજન્ટ રહી ચૂકી છે, અવિનાશ મિશ્રા સાથે સારી મિત્રતા જોવા મળી રહી છે. ઈશા સિંહના ક્યુટનેસે ચાહકોનું દિલ જીતી લીધું છે.ઈશા સિંહ હાલમાં બિગ બોસના ઘરમાં ટ્રોફી માટે ફાઈટ કરી રહી છે. ઈશા સિંહ માત્ર 26 વર્ષની છે. તેમણે ઢગલા બંધ સિરીયલમાં કામ કર્યું છે.
ઈશાએ 2015માં પ્રસારિત સિરિયલ ‘ઈશ્ક કા રંગ સફેદ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ શોમાં ઈશાને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને લોકોએ તેને ખૂબ પસંદ કર્યો હતો. આ સિરિયલ પછી તેણે કુંડલી ભાગ્ય, એક થા રાજા, એક થી રાની, ઈશ્ક શુભનલ્લાહ જેવી સુપરહિટ સિરિયલોમાં કામ કર્યું. અત્યાર સુધી ઈશા સિંહે 12 થી વધુ ટીવી શોમાં કામ કર્યું છે.
Published On - 4:38 pm, Tue, 26 November 24