બિગ બોસ 17: ઈશા માલવિયા અને અભિષેક કુમાર બંને છે ફેક, બિગ બોસમાં જતા પહેલા ગુસ્સે થયો સમર્થ જુરેલ

'બિગ બોસ 17'ના ઘરમાં એન્ટ્રી કરવા માટે અને તેની ગર્લફ્રેન્ડ ઈશા માલવિયાને મળવા માટે સમર્થ જુરેલ પહેલેથી જ ખૂબ જ એક્સાઈટેડ હતો. હવે વાઈલ્ડ કાર્ડ તરીકે તે આ શોમાં સામેલ થયો છે. ઘરમાં જતા પહેલા તેને ટીવી9 સાથે વાત કરી હતી. તમને જણાવી દઈએ કે તેની સાથે ફેમસ મોડલ એક્ટ્રેસ મનસ્વી મગમઈએ પણ સલમાનના શોમાં એન્ટ્રી લીધી છે.

બિગ બોસ 17: ઈશા માલવિયા અને અભિષેક કુમાર બંને છે ફેક, બિગ બોસમાં જતા પહેલા ગુસ્સે થયો સમર્થ જુરેલ
Isha Malviya - Samarth Jurel
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Nov 03, 2023 | 6:02 PM

કલર્સ ટીવીના રિયાલિટી શો ‘બિગ બોસ સીઝન 17’માં ઈશા માલવિયાના બોયફ્રેન્ડ સમર્થ જુરેલે એન્ટ્રી કરી છે. ઘરમાં જતા પહેલા તેને ટીવી9 સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે તે આ શો કેમ કરવા માંગે છે અને ઈશા-અભિષેકની વધતી નિકટતા વિશે તે શું વિચારે છે. ઉડારિયા એક્ટર સમર્થ, સીરિયલના સેટ પર ઈશાને મળ્યો હતો અને પછી બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા અને સમર્થ પહેલા ઈશા અભિષેક કુમારને ડેટ કરી રહી હતી. પોતાના સંબંધોને લઈને થોડા દિવસ પહેલા જ ના પાડનાર સમર્થે હવે માની લીધું છે કે તે ઈશાને ડેટ કરી રહ્યો છે.

સમર્થે ઈશા-અભિષેક વિશે વાત કરતાં કહ્યું, “હાલમાં મને બિગ બોસના ઘરમાં કોઈની ગેમ પસંદ નથી. ઈશા વિશે વાત કરું તો ઓડિયન્સના મતે ઈશા ફેક છે. પણ હું તેનું સત્ય જાણું છું. અભિષેક કુમાર વિશે વાત કરું તો તે 50 ટકા ફેક છે. સમર્થના શબ્દો પરથી એવું લાગતું હતું કે અભિષેક સાથે મિત્રતા કરવી, એ ઈશાની સ્ટ્રેટજી હોઈ શકે છે. જ્યારે સમર્થને આ વિશે પૂછવામાં આવ્યું તો તેને વધુ વાત કરવાની ના પાડી.

બદલો લેવામાં વિશ્વાસ રાખે છે સમર્થ

શોના ત્રીજા વીકમાં બિગ બોસના ઘરમાં જતા સમર્થને પણ ગુસ્સો આવે છે. સમર્થે કહ્યું, “મને ગુસ્સો આવે છે, પણ હું કંઈક અલગ રીતે અગ્રેસિવ થતો હોવ છું. હું બદલો લઉં છું. પરંતુ હું ચીસો પાડવી, બૂમો પાડવી, પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવા જેવી આ બધી વસ્તુઓ નથી કરતો. સમર્થની સાથે બિગ બોસના ઘરમાં ‘ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ 2010 મનસ્વી મગમઈએ પણ એન્ટ્રી કરી છે. હવે બંને વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટેન્ટ શું કમાલ કરશે, તે જોવાનું રસપ્રદ રહેશે.

આ પણ વાંચો: કૃતિ ખરબંદા બર્થડે: કૃતિ ખરબંદા આજે મનાવી રહી છે તેનો જન્મદિવસ, જાણો તેની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:43 pm, Sun, 29 October 23