બિગ બોસ 17: સોનિયા બંસલ શોમાંથી થઈ બહાર, પોતાના લોકોએ જ આપ્યો દગો

બિગ બોસ 17ના ઘરમાં પહેલું એલિમિનેશન થયું છે. 6 કન્ટેસ્ટેન્ટ નોમિનેટ થવાને કારણે એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે બીજા અઠવાડિયામાં બિગ બોસના ઘરમાંથી ડબલ એલિમિનેશન થઈ શકે છે. પરંતુ સલમાન ખાને 'વીકેન્ડ કા વાર' પર જાહેરાત કરી હતી કે આ વખતે માત્ર એક જ કન્ટેસ્ટેન્ટ ઘરની બહાર જશે.

બિગ બોસ 17: સોનિયા બંસલ શોમાંથી થઈ બહાર, પોતાના લોકોએ જ આપ્યો દગો
Sonia Bansal
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Nov 03, 2023 | 6:02 PM

બિગ બોસ 17ના ઘરમાં પહેલા એલિમિનેશનમાં એક્ટ્રેસ સોનિયા બંસલ શોમાંથી બહાર થઈ ગઈ હતી. ઓછા વોટ મળવાને કારણે સોનિયાની સાથે લોયર સના રઈસ ખાન બોટમ ટૂમાં આવી હતી. પરંતુ આ સમય દરમિયાન બિગ બોસ એક નવું ટ્વિટ લઈને આવ્યું, તેને કહ્યું કે સના અને સોનિયા બંસલમાંથી કોણે બહાર જવું કે નહીં તે નિર્ણય નક્કી કરવાનું ઘરના સભ્યો પર છોડી દેવામાં આવ્યું છે. બિગ બોસે જાહેરાત કરી કે આ નવા ટ્વિસ્ટને કારણે જેને સોનિયા તેના ખાસ મિત્ર માનતી હતી, તેમણે જ તેના મિત્રની પીઠમાં છરો મારતા સનાના પક્ષમાં વોટ કર્યા.

સનાને વધુ વોટ મળવાના કારણે સોનિયા બંસલને ઘરની બહાર કરી દેવામાં આવી. પરંતુ સોનિયાના એલિમિનેશનથી ફેન્સ ખૂબ નારાજ છે. કારણ કે ફેન્સનું કહેવું છે કે સનાને સૌથી ઓછા વોટ મળવા છતાં બિગ બોસે તેને બચાવવા માટે કન્ટેસ્ટેન્ટના હાથમાં આ નિર્ણય આપ્યો હતો. પરંતુ બિગ બોસ કે મેકર્સ દ્વારા કેટલા વોટ મળ્યા છે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. સોનિયા બંસલ અને સના સાથે 6 ઘરના સભ્યોને એલિમિનેશન માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા.

અહીં જુઓ બિગ બોસની ઝલક

પોતાના લોકોએ જ આપ્યો દગો

બિગ બોસના પહેલા અઠવાડિયે તમામ કન્ટેસ્ટેન્ટને સુરક્ષિત કર્યા બાદ બીજા અઠવાડિયે એક નહીં બે નહીં પરંતુ 6 કન્ટેસ્ટેન્ટને બહાર કરવા માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. આ કન્ટેસ્ટેન્ટમાં ટીવી એક્ટર નીલ ભટ્ટ , ઐશ્વર્યા શર્મા, યુટ્યુબર તહેલકા, રેપર ખાનઝાદી, લોયર સના રઈસ ખાન, સાઉથની ફેમસ સોનિયા બંસલનો સમાવેશ થાય છે. અન્ય કન્ટેસ્ટેન્ટની સરખામણીમાં સના ઘરમાં ઘણી ઓછી એક્ટિવ હતી. પરંતુ તેના મિત્ર વિકી જૈન સાથે તહેલકા, અનુરાગ (યુકે રાઈટર), ભયાનક (અરુણ મહાશેટ્ટી), જિગ્ના વોહરા, રિંકુ ધવને સનાને બચાવી લીધી અને આ કારણે સોનિયાને ઘરની જવું પડ્યું.

આ પણ વાંચો: બિગ બોસ 17: અંકિતા લોખંડે-વિકી જૈનનો મુદ્દો ઉકેલવાનો સલમાન ખાને કર્યો પ્રયાસ, કહ્યું – મારી પત્ની હોત તો

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:16 am, Sun, 29 October 23