બિગ બોસ 17: બિગ બોસના ઘરમાં અંકિતાએ સુશાંતને કર્યો યાદ, તેમની છેલ્લી મુલાકાત વિશે કરી વાત

સલમાન ખાનના પોપ્યુલર રિયાલિટી શો 'બિગ બોસ 17'માં ફેમસ એક્ટ્રેસ અંકિતા લોખંડે સામેલ થઈ છે. તેની સાથે તેનો પતિ વિકી જૈન પણ આ શોનો ભાગ છે. વિકી પહેલા અંકિતાએ સાત વર્ષ સુધી સુશાંત સિંહ રાજપૂતને ડેટ કર્યો હતો. બિગ બોસના ઘરમાં તે સુશાંતને યાદ કરતી જોવા મળે છે. તેને તેમની છેલ્લી મુલાકાતની વાત કહી.

બિગ બોસ 17: બિગ બોસના ઘરમાં અંકિતાએ સુશાંતને કર્યો યાદ, તેમની છેલ્લી મુલાકાત વિશે કરી વાત
Ankita Lokhande - Sushant Singh Rajput
Image Credit source: Social Media
| Updated on: Dec 25, 2023 | 11:54 PM

કલર્સ ટીવી પર ચાલી રહેલા રિયાલિટી શો ‘બિગ બોસ 17’માં અંકિતા લોખંડે પહેલીવાર સુશાંત સિંહ રાજપૂતને યાદ કરતી જોવા મળી છે. બિગ બોસના ઘરના ગાર્ડન એરિયામાં મુનાવર ફારુકી સાથે વાતચીત કરતી વખતે અંકિતાએ ખુલાસો કર્યો હતો કે સુશાંત સાથેના બ્રેકઅપ પછી તે સંપૂર્ણ રીતે તૂટી ગઈ હતી. આ દરમિયાન તેણે એક્ટર સાથેની તેની છેલ્લી મુલાકાતને પણ યાદ કરી. તમને જણાવી દઈએ કે લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂત 2016માં અલગ થઈ ગયા હતા.

બિગ બોસ 17ના લેટેસ્ટ એપિસોડમાં અંકિતાએ કહ્યું હતું કે સુશાંતથી અલગ થયા બાદ તેનું દિલ તૂટી ગયું હતું અને આ ઘટનાથી તેના માતા-પિતા પણ ખૂબ જ પરેશાન હતા. પવિત્ર રિશ્તા એક્ટ્રેસે મુનાવરને કહ્યું, “તેનું જવું અલગ જ વાત હતી. હું દિલથી તૂટી ગઈ હતી, મારા માતા-પિતાનું પણ હેરાન થઈ ગયા હતા.

એક જ રાતમાં અલગ થયા અંકિતા-સુશાંત

અંકિતાએ કહ્યું, “હું ક્યાંય ઈન્વોલ્વ ન હતી, તેમ છતાં હું ઉભી રહી કારણ કે હું ઈચ્છતી હતી કે લોકો જાણે કે તે કોણ છે.” આ લોકો ત્યારે ક્યાં હતા જ્યારે મારું બ્રેકઅપ થયું? ત્યારે હું એકલી હતી. બ્રેકઅપનું કોઈ કારણ ન હતું. એક રાતમાં મારા જીવનમાં વસ્તુઓ બદલાઈ ગઈ. તે મારી તેની સાથેની છેલ્લી મુલાકાત હતી, જ્યારે મેં તેને છેલ્લી વખત જોયો. ફરી ક્યારેય મળ્યો નથી. મારી ચિંતા એ હતી કે જો તે મને કહીને કામ કરે તો મને ખબર પડે. તેની આંખોમાં દેખાતું હતું કે કોઈ વસ્તુ છે નહીં. જ્યારે પ્રગતિ થાય છે તો તમને ઘણા લોકો મળશે જે કાનમાં વાત ભરશે.

અંકિતાએ વિકી સાથે કર્યા લગ્ન

સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ સુશાંત અને અંકિતા અલગ થઈ ગયા હતા . સુશાંત તેની લાઈફમાં આગળ વધી ગયો હતો. બ્રેકઅપના થોડા વર્ષો પછી અંકિતાએ વિકી જૈનને ડેટ કરવાનું શરૂ કર્યું અને પછી બંનેએ ડિસેમ્બર 2021માં લગ્ન કરી લીધા.

આ પણ વાંચો : બિગ બોસ 17: અંકિતા લોખંડેના પતિ વિકી જૈનને લઈને સોનિયા બંસલે કર્યો ખુલાસો, જુઓ વીડિયો

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:59 pm, Tue, 31 October 23