Bigg Boss 16: સુમ્બુલના પિતાએ માંગી માફી, ટીના સાથે દુર્વ્યવહાર બાદ કર્યો ખુલાસો, કહ્યું- મને….

તમને જણાવી દઈએ કે સુમ્બુલના (Sumbul Touqeer Khan) પિતાએ કહ્યું હતું કે ટીના દત્તાના ચહેરા પર લાત મારજે અને કહેજે કે શરમ ના આવી. સુમ્બુલના પિતાનું આ નિવેદન નેશનલ ટીવી પર સાંભળીને લોકો ગુસ્સે થઈ ગયા હતા.

Bigg Boss 16: સુમ્બુલના પિતાએ માંગી માફી, ટીના સાથે દુર્વ્યવહાર બાદ કર્યો ખુલાસો, કહ્યું- મને….
Sumbul Touqeer Khan
| Edited By: | Updated on: Nov 23, 2022 | 9:46 PM

બિગ બોસ 16 હાલમાં સતત ચર્ચામાં છે. ટીવીની ઈમલી એટલે કે સુમ્બુલ તૌકીર શોની શરૂઆતથી જ ઘરમાં ધૂમ મચાવે છે. હવે છઠ્ઠા સપ્તાહમાં શોમાં ધમાકેદાર ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે. હવે આ દરમિયાન સુમ્બુલના પિતાને લઈને શોમાં હંગામો થયો છે. નેશનલ ટીવી પર તેને શાલીન અને ટીના દત્તાને તેમને ઔકાત બતાવવા કહ્યું અને તેમની સાથે દુર્વ્યવહાર પણ કર્યો. જે બાદ સોશિયલ મીડિયા પર તેમની ઘણી ટીકાઓ સાંભળવા મળે છે. હવે તેને માફી માંગી લીધી છે.

હાલમાં જ મીડિયા સાથેના એક ઈન્ટરવ્યુમાં સુમ્બુલના પિતાએ કહ્યું હતું કે વીકેન્ડ કા વાર જોયા બાદ મારી તબિયત ઘણી બગડી ગઈ હતી. મારું બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું હતું. મને પણ હાર્ટ પ્રોબ્લેમ છે. મારી નાની દીકરીએ મને દવા આપીને સુવડાવી હતી. પછી સવારે મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. હું સતત ICUમાં હતો. મને દવાઓ આપવામાં આવી રહી હતી. બાદમાં મારી નાની દીકરીએ જણાવ્યું કે બેભાન અવસ્થામાં હું વારંવાર સુમ્બુલનું નામ લઈ રહ્યો હતો.

તેમની સ્પષ્ટતા રજૂ કરતી વખતે, તેમને કહ્યું કે “દીકરીએ મેનેજર દ્વારા સુમ્બુલને મળવાનો પ્રયાસ કર્યો. પરંતુ, પછી તે મારી પાસે આવી અને મને ફોન આપ્યો અને કહ્યું સુમ્બુલ સાથે વાત કરી લો. હું તે સમયે બેભાન અવસ્થામાં હતો. હું બેભાન અવસ્થામાં શું વાત કરું તે પણ મને સમજાયું નહીં. ડિસ્ચાર્જ થયાના બે દિવસ પછી જ્યારે હું પાછો આવ્યો ત્યારે મેં એપિસોડ જોયો.

આ કારણે થઈ ચર્ચા

એક્ટ્રેસના પિતાએ વધુમાં કહ્યું કે બેભાન અવસ્થામાં મારા મોઢામાંથી અપશબ્દો નીકળ્યા, જેના પર હંગામો મચી ગયો, તે શબ્દો માટે હું દિલથી દરેકની માફી માંગવા તૈયાર છું. હું છોકરીઓને આગળ લઈ જવામાં માનું છું. મારો અવાજ સાંભળીને તમે મારી હાલત સમજી શકશો.

શું કહ્યું હતું સુમ્બુલના પિતાએ?

તમને જણાવી દઈએ કે સુમ્બુલના પિતાએ કહ્યું હતું કે ટીના દત્તાના મોં પર લાત મારજે અને કહેજે તને શરમ ન આવી. હું તને મારો મિત્ર માનું છું અને તું મારા વિશે આવી વાત કરે છે. સુમ્બુલના પિતાનું આ નિવેદન નેશનલ ટીવી પર સાંભળીને લોકો ગુસ્સે થઈ ગયા હતા. સુમ્બુલના પિતાના આ નિવેદન પર ટીનાની માતાએ પણ નારાજગી વ્યક્ત કરી છે.