Bigg Boss 16 : બિગ બોસે લીધી ઘરમાં એન્ટ્રી ! પરિવારના સભ્યો ઓળખી પણ શક્યા નહિ

પહેલીવાર બિગ બોસ ખુદ બિગ બોસના ઘરમાં પ્રવેશ્યા હતા. બિગ બોસના અવાજથી પોતાની ઓળખ બનાવનાર વિજય વિક્રમ સિંહે બિગ બોસ 16ના ઘરમાં પહોંચીને ચાહકોને ચોંકાવી દીધા હતા, પરંતુ ઘરના સભ્યોની પ્રતિક્રિયા જોઈને લાગે છે કે તેઓ તેને ઓળખી પણ શક્યા નથી.

Bigg Boss 16 : બિગ બોસે લીધી ઘરમાં એન્ટ્રી ! પરિવારના સભ્યો ઓળખી પણ શક્યા નહિ
બિગ બોસે લીધી ઘરમાં એન્ટ્રી
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Dec 22, 2022 | 3:09 PM

બિગ બોસ સીઝન 16માં ફેન્સને એક પછી એક આંચકા આપવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી પોતાના અવાજથી બધાને પ્રભાવિત કરનાર બિગ બોસ પોતે આ શોમાં ભાગ લેવા પહોંચ્યા હતા. બિગ બોસના ઘરમાં ખુદની એન્ટ્રી જોઈને ફેન્સ ખૂબ જ આશ્ચર્યમાં મુકાય ગયા છે. કલર્સ ચેનલે તેના ઇન્સ્ટાગ્રામ પર એક પ્રોમો વીડિયો શેર કર્યો છે. જેમાં બિગ બોસનો અવાજ કલાકાર વિજય વિક્રમ સિંહ ઘરની અંદર પહોંચે છે. જો કે પરિવારના સભ્યો તેમને જોયા બાદ કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપતા નથી. આ પહેલીવાર છે જ્યારે બિગ બોસના વોઈસ આર્ટિસ્ટ ઘરમાં પ્રવેશ્યા છે.

બિગ બોસમાં બિગ બોસની એન્ટ્રી!

બિગ બોસે ખુદે બિગ બોસના ઘરમાં એન્ટ્રી લીધી છે અને હવે તો ખેલાડીઓની સાથે રમત રમી રહ્યા છે. આવનારા એપિસોડમાં ઘરના સભ્યોને રાશન મેળવવા માટે એક ટાસ્ક આપવામાં આવે છે. જેમાં તેમણે ઘરમાં આવેલા મહેમાનને નજર અંદાજ કરવાનો હોય છે. જો ઘરના સભ્યો 3 રિએક્શન આપશે તો તે રાશનની એક ટોપલી ગુમાવી દેશે. સૌથી પહેલા બિગ બોસ વિજય વિક્રમ ટીનાની સામે કાંઈ વાંચે છે. જેના પર ટીના પોતાનું હસવું રોકી શકતી નથી.

 

 

ત્યારબાદ મહેમાન શાલીનના મોઢા પાસે જઈ રોસ્ટેડ ચિકન ખાય છે. પરંતુ શાલીન કાંઈ પણ રિએક્શન આપતો નથી. બિગ બોસ વિક્રમ સુંબુલની સામે પહોંચી તેના પિતાની ચિઢ્ઢી વાંચે છે. જેને સાંભળી સુંબુંલ હસવા લાગે છે પરંતુ ચિઢ્ઢીમાં કાંઈ એવી વાતો લખે છે. જેને સાંભળી તે રડવા લાગે છે.

કોણ છે બિગ બોસનો અવાજ વિજય વિક્રમ સિંહ?

બિગ બોસની ઘણી સીઝનમાં શોનો અવાજ બનેલા વિજય વિક્રમ સિંહ એક જાણીતા વોઈસ ઓવર આર્ટિસ્ટ છે. વર્ષ 2009 થી, તેણે તેની વોઇસ ઓવર કારકિર્દીની શરૂઆત કરી.  વિક્રમ દેશના સૌથી મોટા રિયાલિટી શો ‘બિગ બોસ’નો અવાજ બન્યો. આજે વિક્રમ પોતાના અવાજથી કરોડોની કમાણી કરી રહ્યો છે. વિજયે બિગ બોસની 14 સીઝન કરી ચૂક્યો છે. આ ઉપરાંત વિજય અભિનય પણ કરે છે, લોકોએ તેને ફેમિલી મેન સીઝન 2, સ્પેશિયલ ઓપ્સ 1.5-ધ હિમ્મત સ્ટોરી, 777 ચાર્લી જેવી સિરીઝમાં શાનદાર અભિનય કરતા જોવા મળ્યો છે.