Bigg Boss 16 : હિના-ગૌહરની સાથે 5 સિનિયર એન્ટ્રી કરશે ? આ અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું સ્થાન લેશે

|

Sep 27, 2022 | 11:23 AM

જો રિપોર્ટ્સનું માનીએ તો હિના ખાન અને ગૌહર ખાન કરણ કુન્દ્રાની સાથે સિનિયર તરીકે બિગ બોસ 16માં જઈ શકે છે. પરંતુ આ વખતે 3 નહીં પરંતુ 5 સિનિયરની એન્ટ્રી ધકની અંદર જશે.

Bigg Boss 16 : હિના-ગૌહરની સાથે 5 સિનિયર એન્ટ્રી કરશે ? આ અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું સ્થાન લેશે
હિના-ગૌહરની સાથે 5 સિનિયરની એન્ટ્રી કરશે ? આ અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું સ્થાન લેશે
Image Credit source: Twitter

Follow us on

Bigg Boss 16 : બિગ બોસ (Bigg Boss)આ સપ્તાહના અંતમાં 16મી સીઝન સાથે નાના પડદા પર પાછા ફરવા માટે તૈયાર છે. આ શોમાં જોડાનાર ઘણા સ્પર્ધકોના નામની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે, જોકે ચેનલ દ્વારા આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે, ટીવીનો આ સૌથી મોટો વિવાદાસ્પદ રિયાલિટી શો આ સપ્તાહના અંતે 1 અને 2 ઓક્ટોબરે પ્રીમિયર થશે. ફરી એકવાર દબંગ સલમાન ખાન (Salman Khan)આ શો સાથે ટીવી પર કમબેક કરી રહ્યો છે.

બિગ બોસ 16ના લોન્ચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ શો વિશે એક રસપ્રદ સમાચાર વાયરલ થઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બિગ બોસની આ સિઝનમાં 15 ની જેમ જ કેટલાક પૂર્વ સ્પર્ધકો ઘરની અંદર સિનિયર તરીકે જશે. સીઝન 15માં બિગ બોસ 7ની વિજેતા ગૌહર ખાન, બિગ બોસ 11ની રનર અપ હિના ખાન અને બિગ બોસ 13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાએ શોમાં પ્રવેશ કર્યો હતો, આ વખતે કરણ કુન્દ્રા સિદ્ધાર્થ શુક્લાનું સ્થાન લઈ શકે છે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

 

 

 

 

 

 

આ વખતે 5 સિનિયર કરી શકે છે ઘરમાં એન્ટ્રી

મીડિયા રિપોર્ટસની વાત માનીએ તો હિના ખાન અને ગૌહર ખાન સિનિયર કરણ કુંદ્રાની સાથે બિગ બોસ 16માં જઈ શકે છે પરંતુ આ વખતે 3 નહિ 5 સિનિયર ઘરની અંદર જશે. હિના ખાન અને ગૌહર ખાનની સાથે કરણ કુંદ્રા, તનીષા મુખર્જી અને કરિશ્મા તન્ના પણ ઘરની અંદર જઈ શકે છે પરંતુ મેકર્સ તરફથી હજુ આ વિશે કોઈ કન્ફોર્મેશન સામે આવ્યું નથી.

Next Article