હાથમાં બાંધેલો ક્રેપ બેન્ડેજ ખોલીને તુનિષાએ બનાવ્યો ફાંસીનો ફંદો, બહાર આવી મોટી જાણકારી

Tunisha Sharma Suicide: તુનિષા શર્મા (Tunisha Sharma) આત્મહત્યા કેસમાં મળતી માહિતી મુજબ એક્ટ્રેસે ક્રેપ બેન્ડેજનો ઉપયોગ કરીને પોતાને ફાંસી આપી હતી. એક્ટ્રેસે 24 ડિસેમ્બરે શૂટિંગ સેટ પર ફાંસી લગાવીને પોતાનો જીવ ગુમાવ્યો હતો.

હાથમાં બાંધેલો ક્રેપ બેન્ડેજ ખોલીને તુનિષાએ બનાવ્યો ફાંસીનો ફંદો, બહાર આવી મોટી જાણકારી
Tunisha Sharma
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Dec 25, 2022 | 8:40 PM

Tunisha Sharma Suicide: ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માના મૃત્યુના સમાચારે બધાને હેરાન કરી દીધા છે. એક્ટ્રેસે 24 ડિસેમ્બરે શૂટિંગ સેટ પર ફાંસી લગાવીને પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેના આ પગલાથી દરેક લોકો દુઃખી અને હેરાન છે. તેના સુસાઈડના કેસમાં પોલીસે તપાસ હાથ ધરી છે. હવે જાણવા મળ્યું છે કે એક્ટ્રેસે ક્રેપ બેન્ડેજથી ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે.

તુનિષા શર્મા સુસાઈડ કેસમાં પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ એક્ટ્રેસે ક્રેપ બેન્ડેજનો ઉપયોગ કરીને આત્મહત્યા કરી હતી. તેના હાથમાં મચકોડ આવી હતી, જેના માટે તુનિષાએ ક્રેપ બેન્ડેજ બાંધી હતી અને તે જ ક્રેપ બેન્ડેજની મદદથી તુનીષાએ જીવન ટૂંકાવી દીધું. તુનિષાએ તેના હાથ સાથે બાંધેલી ક્રેપ બેન્ડેજનો ફાંસીના ફંદા તરીકે ઉપયોગ કર્યો અને આત્મહત્યા કરી.

અત્યારે પોલીસ આ સુસાઈડ કેસની તપાસમાં જોડાયેલી છે અને તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આખરે તુનિષાએ આટલું મોટું પગલું કેમ ઉઠાવ્યું. તુનિષાની માતાની ફરિયાદ પર પોલીસે તેના કો-સ્ટાર શીઝાન ખાનની અટકાયત કરી હતી. જે બાદ પોલીસે તેની ફરી ધરપકડ કરી હતી. આ સાથે જ વસાઈ કોર્ટે શીઝાનના ચાર દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા હતા. હવે શીઝાન પોલીસ રિમાન્ડ પર છે, પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. હવે આ મામલે બીજું કંઈ સામે આવે છે કે નહીં તે જોવાનું રહેશે.

તુનીષા અને શીઝાન વચ્ચે થયો હતો ઝઘડો

તુનીષાના પરિવારે શીઝાન પર છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો છે. પરિવારના જણાવ્યા મુજબ શીઝાન અને તુનીષા એકબીજા સાથે રિલેશનમાં હતા, પરંતુ 15 દિવસ પહેલા તુનીષાને ખબર પડી કે શીઝાન તેની સાથે છેતરપિંડી કરી રહ્યો છે, શીઝાન અન્ય યુવતી સાથે પણ રિલેશનમાં છે. નજીકના મિત્રોના જણાવ્યા મુજબ આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો.

તુનીષા એક એવી એક્ટ્રેસ હતી જેણે લાંબા સમયથી ઘર-ઘરમાં પોતાની એક મજબૂત ઓળખ બનાવી હતી. ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાના કરિયરની શરૂઆત કર્યા બાદ તુનિષાએ દબંગ 3, ફિતૂર, બાર બાર દેખો જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. હાલમાં તે ટીવી સિરિયલ અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલમાં લીડ એક્ટ્રેસનો રોલ પ્લે કરતી હતી. તુનિષા શર્મા સોશિયલ મીડિયા પર પર ઘણી એક્ટિવ રહેતી હતી અને પોતાના ફોટો અને વીડિયો ફેન્સ સાથે શેયર કરતી રહેતી હતી.