Bharti Singh Reveals Son’s Name: વાત-વાતમાં ભારતી સિંહે જણાવ્યું તેના લિટલ પ્રિન્સનું નામ, જાણો શું છે તેના પ્રિન્સના નામનો અર્થ?

ફેન્સની આતુરતાથી ભારતી અને હર્ષના બેબી બોયની તસવીરની રાહ જોઈ રહ્યા છે. ભારતી સિંહ (Bharti Singh) અને હર્ષ લિંબાચિયાએ તેમના બેબી બોયનું નામ શેર કર્યું છે.

Bharti Singh Reveals Son’s Name: વાત-વાતમાં ભારતી સિંહે જણાવ્યું તેના લિટલ પ્રિન્સનું નામ, જાણો શું છે તેના પ્રિન્સના નામનો અર્થ?
Bharti Singh
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jun 12, 2022 | 7:16 PM

ટેલિવિઝન દુનિયાની લાફ્ટર ક્વીન ભારતી સિંહ (Comedian Bharti Singh) અને તેના સ્ક્રીન રાઈટર અને હોસ્ટ પતિ હર્ષ લિંબાચિયા (Haarsh Limbachiyaa) છેલ્લા ઘણા દિવસોથી તેમના બેબી બોયને લીધે ચર્ચામાં છે. આ પહેલા ભારતી ઘણીવાર પોતાની પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં રહેતી હતી. પ્રેગ્નન્સી દરમિયાન ભારતી ઘણી વખત સોશિયલ મીડિયા પર તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ત્યાર પછી બેબી બોયના આવ્યા પછી ભારતી અને હર્ષે ઘણા ઇન્ટરવ્યુ પણ કર્યા જેમાં તેઓએ તેમના પ્રેગ્નન્સીના સમયગાળા અને મધરહુડ વિશે તેમના એક્સપિરિયન્સ શેર કર્યા. આ પછી ભારતી અને હર્ષે તેમના બેબી બોયનું નામ પણ તેમના ફેન્સ સાથે શેર કર્યું. ફેન્સ કપલના લિટલ પ્રિન્સને ગોલા (Baby Boy Gola) તરીકે બોલાવવા લાગ્યા. પરંતુ તાજેતરમાં જ ભારતી સિંહે તેના પુત્રનું સાચું નામ પણ ફેન્સ સાથે શેર કર્યું છે.

ભારતી અવારનવાર તેના બેબી બોયને લગતી દરેક નાની-મોટી અપડેટ દર્શકોની સાથે શેર કરતી રહે છે. તેના ફેન્સ પણ સોશિયલ મીડિયા પર તેને તેના લિટલ પ્રિન્સ વિશે પ્રશ્નો પૂછતા રહે છે. પરંતુ ભારતી અને હર્ષે હવે તેમના પુત્રનું નામ જાહેર કરીને તેમના ફેન્સની વધુ એક રાહનો અંત કર્યો છે.

ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાએ બધાને હસાવનાર કપલ પોતાના બાળકનું નામ લક્ષ્ય રાખ્યું છે. મીડિયા રિપોર્ટ્સથી મળેલી માહિતી મુજબ ભારતીએ અચાનક જ પોતાના પુત્રનું નામ ચર્ચામાં જાહેર કર્યું છે. ત્યારથી આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

શું રાખ્યું ભારતી અને હર્ષે તેમના પુત્રનું નામ?

મીડિયા રિપોર્ટ મુજબ ભારતી સિંહે તેના એક વીડિયોમાં વાત કરતા કહ્યું કે લક્ષ્ય તેના જન્મ પહેલા જ તેની માતા અને પિતાને કામ કરતા જોઈ રહ્યો છે. આ વાત પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેણે પોતાનું નામ લિટલ પ્રિન્સ લક્ષ્ય રાખ્યું છે.

કપલની સામે ફેન્સની આગામી રિક્વેસ્ટ

પુત્રનું નામ જાહેર થયું છે ત્યારથી ભારતી સિંહ અને હર્ષ લિંબાચીયાના ફેન્સ હવે તેમના બાળકનો ચહેરો જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભારતી અને હર્ષની સામે હવે ફેન્સની આગામી રિક્વેસ્ટ આવી છે કે ક્યારે તેઓ તેમના પુત્રનો ક્યૂટ લુક તેમની સાથે શેર કરશે. પરંતુ કપલ ઘણીવાર બેબી બોય લક્ષ્ય સાથે સંબંધિત દરેક અપડેટ ફેન્સ સાથે શેર કરે છે. હવે ટૂંક સમયમાં આ બંને પુત્રોનો ચહેરો પણ ફેન્સને જોવા મળશે.