Indian Idol 13 : ‘ધ ડ્રીમ ડેબ્યૂ’માં અયોધ્યાના ઋષિ સિંહ સાથે પરફોર્મ કરશે અરમાન મલિક

અયોધ્યાના સ્પર્ધક ઋષિ સિંહ 'કૈસે હુઆ' ગાઈને બધાને દંગ કરી દેશે, પરંતુ આ મહેમાનોમાંથી એક એવો હશે, જે ખૂબ જ તેના ગીતથી પ્રભાવિત થતો જોવા મળશે. અમે વાત કરી રહ્યા છીએ યુવા હાર્ટથ્રોબ અરમાન મલિકની (Arman Malik).

Indian Idol 13 : ધ ડ્રીમ ડેબ્યૂમાં અયોધ્યાના ઋષિ સિંહ સાથે પરફોર્મ કરશે અરમાન મલિક
arman malik rishi singh aditya narayan
| Edited By: | Updated on: Oct 02, 2022 | 7:58 PM

સોની ટીવીના (Sony TV) સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડોલ સીઝન 13 માં (Indian Idol 13) આ અઠવાડિયે તમામ સ્પર્ધકો તેમની ગાયન કુશળતા સાથે ‘ધ ડ્રીમ ડેબ્યૂ’માં ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. આ સ્પર્ધકો સાથે કેટલાક સેલિબ્રિટીસ્ પણ પરફોર્મ કરશે. આ શોના ટોપ 15 સ્પર્ધકો – અયોધ્યાના ઋષિ સિંહ, જમ્મુ અને કાશ્મીરના ચિરાગ કોટવાલ, રાંચીના શગુન પાઠક, લખનૌના વિનીત સિંહ, અમૃતસરના નવદીપ વડાલી અને રૂપમ ભરનારિયા, બરોડાના શિવમ સિંહ, ગુજરાતમાંથી કાવ્યા લિમયે અને કોલકાતાની બિદિપ્તા ચક્રવર્તી, અનુષ્કા પાત્રા, સેંજુતિ દાસ, સંચારી સેનગુપ્તા, સોનાક્ષી કર, દેબોસ્મિતા રોય અને પ્રીતમ રોય સામેલ છે.

ઈન્ડિયન આઈડલના ટોપ 15 સ્પર્ધકો જજ હિમેશ રેશમિયા, નેહા કક્કર અને વિશાલ દદલાનીના સિવાય મ્યુઝિક જગતની જાણીતી હસ્તીઓ સામે પરફોર્મ કરશે જેમાં ઈસ્માઈલ દરબાર, આનંદજી, નીરજ શ્રીધર, સપના મુખર્જી, જાવેદ અલી, અરમાન મલિક, જતીન પંડિતથી લઈને જાણીતા એક્ટર્સ – અરુણા ઈરાની, મંદાકિની, રશ્મિકા મંદાનાથી લઈને જાણીતા ડાયરેક્ટર સુભાષ ઘાઈ અને અપકમિંગ ફિલ્મ ‘ગુડબાય’ના ડાયરેક્ટર વિકાસ બહલ.

ઋષિ સિંહથી પ્રભાવિત થશે અરમાન મલિક

અયોધ્યાના સ્પર્ધક ઋષિ સિંહ ‘કૈસે હુઆ’ ગાઈને બધાને દંગ કરી દેશે, પરંતુ આ મહેમાનોમાંથી એક એવો હશે, જે ખૂબ જ તેના ગીતથી પ્રભાવિત થતો જોવા મળશે. અમે વાત કરી રહ્યા છીએ યુવા હાર્ટથ્રોબ અરમાન મલિકની, જે ઋષિના પર્ફોમન્સથી પ્રભાવિત થયો હતો અને તેને આ પ્રદર્શનને ‘મ્યુઝિક કોન્સર્ટ’ ગણાવ્યું હતું. ઋષિના અભિનય પર, તેને સેટ પર હાજર દરેક વ્યક્તિ તરફથી સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું, જેઓ તેને જોઈને દંગ રહી ગયા. એટલું જ નહીં, તેમના પરફોર્મન્સ પછી, અરમાન મલિક અને ઋષિ સિંહ સ્ટેજ પર ‘તુ પહેલા પહેલા પ્યાર હૈ મેરા’ પરફોર્મ કરીને બધાને મંત્રમુગ્ધ કરી દેશે.

અરમાન મલિકે કર્યા વખાણ

અરમાન મલિકે ઋષિ સિંહના વખાણ કરતાં કહ્યું, “મને ઋષિ વિશે મારા ફેન્સ તરફથી ઘણા સંદેશા મળ્યા છે. તેમને તેના ઘણા વીડિયો શેર કર્યા છે. જ્યારે મેં તેમના વીડિયો જોયા, ત્યારે હું હેરાન થઈ ગયો અને આજે તેમને લાઈવ સાંભળીને મારા હોશ ઉડી ગયા! તે અસાધારણ પ્રદર્શન હતું. ઘણા લોકો ગાય છે, પરંતુ તમે જે રીતે ચોક્કસ સ્વરમાં ગાઓ છો, આ ગુણ આપણને પ્લેબેક સિંગરમાં જોવા મળે છે. ઋષિ સિંહ, મને લાગે છે કે તમે એક નવો પ્લેબેક અવાજ છો. હું તને ફોલો કરું છું અને મેં તારો વીડિયો પણ મારા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. હું તમારો સૌથી મોટો ફેન છું.”