અમિતાભ બચ્ચન સાથે થયો મોટો અકસ્માત, કેબીસીના સેટ પર કપાઈ એક્ટરના પગની નસ

|

Oct 23, 2022 | 3:55 PM

બોલિવૂડ મેગાસ્ટાર એટલે કે અમિતાભ બચ્ચનના (Amitabh Bachchan) ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. કૌન બનેગા કરોડપતિના સેટ પર એક્ટર ઘાયલ થયા છે. ડોક્ટરોએ તેમને પગ પર દબાણ ન કરવા, ચાલવા અથવા ટ્રેડમિલનો ઉપયોગ કરવાની ના પાડી છે.

અમિતાભ બચ્ચન સાથે થયો મોટો અકસ્માત, કેબીસીના સેટ પર કપાઈ એક્ટરના પગની નસ
Amitabh Bachchan
Image Credit source: Sony Tv

Follow us on

બોલિવૂડના દિગ્ગજ એક્ટર અમિતાભ બચ્ચનના (Amitabh Bachchan) ફેન્સ ‘કૌન બનેગા કરોડપતિ 14’ની (Kaun Banega Crorepati) રાહ જોતા હોય છે. મેગાસ્ટાર તેના ફેન્સ અને શોના સ્પર્ધકો સાથે વાતચીત કરવાનું પણ પસંદ કરે છે. આ દરમિયાન શોના સેટ પર અમિતાભ બચ્ચન સાથે અકસ્માત થયો હતો. મેગાસ્ટારને પગમાં વાગ્યું હતું, જેના કારણે તેમને ટાંકા લેવા પડ્યા હતા. આ વાતનો ખુલાસો બિગ બીએ પોતાના બ્લોગમાં કર્યો છે.

અમિતાભ બચ્ચન તેમના બ્લોગ દ્વારા તેમના પર્સનલ જીવન સાથે જોડાયેલ કિસ્સાઓ અને યાદોને દરેક સાથે શેયર કરે છે. આવામાં તેમને તેના નવા બ્લોગમાં જણાવ્યું છે કે સેટ પર પગની નસ કપાવાને કારણે તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ રાહતના સમાચાર એ છે કે એક્ટર હવે સંપૂર્ણ સ્વસ્થ છે. પરંતુ થોડા સમય માટે પોતાના પગ પર ઓછો ભાર મૂકવાનો છે. બિગ બીએ તેમના બ્લોગ દ્વારા જણાવ્યું છે કે તેમને આ ઈજા કેવી રીતે થઈ.

આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર

આ ઘટના વિશે અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું છે કે, મારા શૂઝમાં લાગેલા એક ધાતુના ટુકડાથી મારા ડાબા પગની નસ કપાઈ ગઈ. જ્યારે પગ કપાયા પછી સતત લોહી નીકળવા લાગ્યું ત્યારે સમયસર સ્ટાફ અને ડોક્ટરોની ટીમે મને મદદ કરી. સમયસર ડોક્ટરની સહાયથી હું સાજો થઈ ગયો, પરંતુ કેટલાક ટાંકા લેવામાં આવ્યા છે.

અમિતાભ બચ્ચને આગળ લખ્યું છે કે ડોક્ટરોએ ઊભા ન રહેવા, હલનચલન ન કરવા, ટ્રેડમિલ પર ચાલવાની અને પગ પર દબાણ આપવાની મંજૂરી આપી નથી!! પરંતુ આ સમય લાંબો નહીં ચાલે. તેઓ કાં તો નાશ પામે છે અથવા શરીર પર તેમની છાપ છોડી દે છે. આ એક અકળામણનું કારણ બને છે. તેમાંથી બહાર આવવામાં થોડો સમય લાગે છે. તો ભગવાન મને આમાંથી બહાર આવવામાં મદદ કરે.

‘કૌન બનેગા કરોડપતિ’ના પ્રેઝેન્ટરનું કહેવું છે કે ડોક્ટરોએ તેમને પગ પર દબાણ ન કરવા, ચાલવા અથવા ટ્રેડમિલનો ઉપયોગ કરવાની ના પાડી છે. એક્ટરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ પણ શેયર કરી છે. જેમાં તે સેટ પર દોડતો જોવા મળે છે.

Next Article