સમાંથાએ Koffee With Karan માં કયા સ્ટારને કહ્યું, તમારો દૈનિક ખર્ચ મારી એક ફિલ્મના બરાબર છે

Koffee With Karanના ત્રીજા એપિસોડમાં બોલિવુડ સ્ટાર અક્ષય કુમાર અને સાઉથની અભિનેત્રી સમાંથા જોવા મળી હતી. બંન્નેએ દર્શકોનું ખુબ મનોરંજન કર્યું હતુ.

સમાંથાએ Koffee With Karan માં કયા સ્ટારને કહ્યું, તમારો દૈનિક ખર્ચ મારી એક ફિલ્મના બરાબર છે
Koffee With Karan સમાંથાએ અક્ષયને કહ્યું કે તેમારો દૈનિક ખર્ચ મારી એક ફિલ્મના બરાબર છે
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jul 22, 2022 | 11:02 AM

Koffee With Karan : કરણ જોહરના ચેટ શો Koffee With Karan સતત ચર્ચામાં રહે છે. આ શો જ્યારથી શરુ થયો છે લોકોમાં ખુપ પ્રિય ચેટ શો થયો છે કોફી વિથ કરણની સાતમી સિઝનના 3 એપિસોડ રિલીઝ થઈ ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે, દરકે એપિસોડ હિટ થઈ રહ્યો છે, આ શોના દરેક એપિસોડમાં ચોંકાવનારો ખુલાસો થઈ રહ્યો છે. આ ત્રીજા એપિસોડમાં બોલિવુડ સ્ટાર (Bollywood star) અક્ષય કુમાર અને સાઉથની અભિનેત્રી સમાંથા રુથ પ્રભુ (Samantha Ruth Prabhu)જોવા મળી હતી. બંન્નેએ દર્શકોનું ખુબ મનોરંજન કર્યુ હતુ,

અક્ષય અને સમાંથા સીક્રેટ્સ જાહેર કર્યા

કોફી વિથ કરણના ત્રીજા એપિસોડમાં આવેલા સમાંથા અને અક્ષય કુમારે પોતાના તમામ સીક્રેટ્સ વિશે વાત કરી હતી. બોલિવુડમાં ખેલાડી કુમારના નામથી ફેમસ અક્ષય કુમારે હિન્દિ સિનેમામાં પોતાની સફર વિશે જણાવ્યું હતુ. તો સાઉથ અભિનેત્રી સમાંથાએ પણ ફિલ્મ ઈન્ડ્સ્ટ્રી સુધી પહોંચવાની પોતાની સફળ શેર કરી હતી. બંન્ને સ્ટાર્સે એક બીજા સાથે ખુબ મસ્તી કરી હતી.

 

 

ફિલ્મ જાની દુશ્મનથી અક્ષય કુમારને સફળતા મળી

શોના એપિસોડમાં અક્ષય કુમારે કરિયરમાં તેની સફળતા વિશે માહિતી આપી હતી. અક્ષય કુમારે જણાવ્યું કે, જાની દુશ્મનથી તેને બોલિવુડમાં એક સારી જગ્યા મળી. આ ફિલ્મમાં 7 એક્ટર્સની સાથે અક્ષયકુમારે અભિનય કર્યો હતો. પોતાના સંધર્ષ વિશે વાત કરતા અક્ષયે ખુલાસો કર્યો કે, એક સમય હતો તે મહિનામાં માત્ર 5000 રુપિયા કમાતો હતો અને અચાનક એક જાહેરાત એજન્સીએ તેને 2 કલાકના શૂંટિગ માટે 21,000 રુપિયાની ઓફર કરી હતી

સમાંથા અક્ષય કુમારને ચીડવે છે

માત્ર અક્ષય કુમાર જ નહિ પરંતુ સમાંથાએ પણ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવાને લઈ તેની સફર વિશે જણાવ્યું હતુ, સમાંથાએ જણાવ્યું કે, જ્યારે તેના પપ્પાએ કહ્યું કે, તે લોન નહિ ચુકાવી શકે ત્યારબાદ સમાંથીએ પોતાના કરિયર પર વધુ ધ્યાન આપ્યું હતુ, આ વચ્ચે સમાંથાએ અક્ષય કુમારને ચીડવે છે. સમાંથાએ અક્ષયને મજાકના અંદાજમાં કહ્યું કે, તેમારો દૈનિક ખર્ચ મારી એક ફિલ્મના બરાબર છે. તમને જણાવી દઈએ કે, આ દરમિયાન બંન્ને એકટર્સ્ રેપિડ ફન રાઉન્ડ પણ રમ્યા હતા.