ઉર્વશી રૌતેલા પછી અન્ય એક ભારતીય અભિનેત્રી નસીમ શાહ પર ફિદા થઈ, લખી દિલની વાત

ફેમસ ટીવી શો નાગીન એક્ટ્રેસ સુરભી જ્યોતિએ પાકિસ્તાની ફાસ્ટ બોલર નસીમ શાહની પ્રશંસા કરી હતી, ઉર્વશી રૌતેલાએ પણ ઈન્સ્ટાગ્રામ રીલમાં વીડિયો શેર કર્યો હતો.

ઉર્વશી રૌતેલા પછી અન્ય એક ભારતીય અભિનેત્રી નસીમ શાહ પર ફિદા થઈ, લખી દિલની વાત
ઉર્વશી રૌતેલા પછી અન્ય એક ભારતીય અભિનેત્રી નસીમ શાહ પર ફિદા થઈ, લખી દિલની વાત
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Sep 09, 2022 | 9:51 AM

ASIA CUP 2022 : એશિયા કપ (ASIA CUP) માં પાકિસ્તાનના ફાસ્ટ બોલર નસીમ શાહ નો દબદબો છે. તેણે બોલ અને બેટથી પોતાની ક્ષમતા સાબિત કરી છે. આખી દુનિયામાં લોકો તેના પ્રશંસક બની ગયા છે અને કંઈક આવું જ ભારતીય ટીવી અભિનેત્રીઓનું પણ છે. વાત થઈ રહી છે સુરભી જ્યોતિની જે નસીમ શાહ (Naseem Shah)ની ફેન બની ગઈ છે. અફઘાનિસ્તાન સામે નસીમ શાહનું પ્રદર્શન જોઈને સુરભી જ્યોતિએ આ પાકિસ્તાની ખેલાડીના જોરદાર વખાણ કર્યા અને તેણે ટ્વિટર પર પોતાના દિલની વાત પણ લખી. તમને જણાવી દઈએ કે, સુરભી જ્યોતિ પહેલા ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)એ પણ નસીમ શાહનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ચૂકી છે.

સુરભી જ્યોતિ બની નસીમ શાહની ચાહક

સુરભિ જ્યોતિએ અફધાનિસ્તાન વિરુદ્ધ નસીમ શાહનું પ્રદર્શન જોઈ ટ્વિટ કર્યું પાકિસ્તાનને એક હિરો મળી ગયો છે. સુરભિ જ્યોતિનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે

 

 

 

સુરભિ જ્યોતિ પહેલા બોલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ નસીમ શાહની સ્માઈલનો એક વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ રીલ પર શેર કર્યો હતો. જેમાં તે પોતે શરમાતી જોવા મળી હતી. સુરભિ જ્યોતિની વાત કરીએ તો મશહુર ટીવી સિરીયલ નાગિનની અભિનેત્રી છે. સુરભિ જ્યોતિ કબુલ હૈ સીરિયલથી ફેમસ બની હતી. તેમણે આ શો માટે ઈન્ડિયન ટેલી એવોર્ડસ પણ જીત્યો હતો. વર્ષ 2021માં સુરભિએ બોલિવુડ ડેબ્યુ કર્યું હતુ. તેની ફિલ્મનું નામ ક્યા મેરી સોનમ ગુપ્તા બેવફા છે.

નસીમ શાહ એશિયા કપમાં છવાયો

તમને જણાવી દઈએ કે, એશિયમા કપમાં નસીમ શાહ છવાઈ ગયો છે. ભારત વિરુદ્ધ શાનદાર બલિંગ કર્યા સિવાય આ ખેલાડીએ સુપર-4માં અફધાનિસ્તાન વિરુદ્ધ શાનદાર બેટિંગ કરી દુનિયાને પરેશાન કર્યું હતુ. નસીમ શાહે અફધાનિસ્તાન વિરુદ્ધ સતત બે બોલમાં 2 સિક્સ ફટકારી પાકિસ્તાનને જીત અપાવી હતી. પાકિસ્તાનને છેલ્લી ઓવરમાં 11 રનની જરુર હતી અને માત્ર એક વિકેટ પાકિસ્તાનના ખાતામાં હતી પરંતુ નસીમ શાહે અંતિમ ઓવરના પહેલા 2 બોલમાં 2 સિક્સ ફટકારી ટીમને જીત અપાવી હતી.