કેન્સર સામે ઝઝૂમી રહેલી હિના ખાન દુલ્હન બની ! બોયફ્રેન્ડ રોકી જયસ્વાલે પ્રેમ વરસાવ્યો, જુઓ વીડિયો

|

Sep 16, 2024 | 6:01 PM

બ્રેસ્ટ કેન્સર સ્ટેજ 3ની સારવાર લઈ રહેલી હિના ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં હિના ખાન બ્રાઈડલના લુકમાં જોવા મળી રહી છે. તેમણે રેમ્પ વોક પણ કર્યું હતુ.

કેન્સર સામે ઝઝૂમી રહેલી હિના ખાન દુલ્હન બની ! બોયફ્રેન્ડ રોકી જયસ્વાલે પ્રેમ વરસાવ્યો, જુઓ વીડિયો

Follow us on

ટીવી સ્ટાર હિના ખાન બ્રેસ્ટ કેન્સર સામે લડી રહી છે. તેમ છતાં તે લોકો માટે એક પ્રેરણા બની છે. હાલમાં તેના બ્રેસ્ટ કેન્સરના સ્ટેજ 3ની સારવાર ચાલી રહી છે. તેમ છતાં તેમણે કામમાંથી બ્રેક લીધો નથી. હાલમાં અભિનેત્રી પોતાની હેલ્થને લઈ ચર્ચામાં છે. તે સોશિયલ મીડિયા પર તેના ચાહકો સાથે હેલ્થ અપટેડ શેર કરતી રહી છે.

બ્રાઈડલ લુકમાં હિના ખાન સુંદર લાગી રહી છે

એક બાજુ કીમોથેરાપીની સારવાર ચાલી રહી છે, તો બીજી બાજુ તેમણે પોતાનું કામ પણ ચાલું રાખ્યું છે. હવે અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે રેમ્પ વોક કરતી જોવા મળી રહી છે. બ્રાઈડલ લુકમાં હિના ખાન કોન્ફિડન્સ સાથે વોક કરી રહી છે. આ જોઈ ચાહકો પણ ખુશ થયા છે. તેમણે હેવી જ્વેલરી અને બ્રાઈડલ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પલીટ કર્યો છે. આ વીડિયો શેર કરી એક નોટ પણ લખી છે.

નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ

 

 

આ વીડિયો ચાહકોને પસંદ આવ્યો

હિનાએ કેપ્ટનશનમાં લખ્યું કે, પપ્પા હંમેશા કહેતા ડેડીસ ગર્લ, ક્યારેય રડવું નહિ. ક્યારેય તમારી મુશ્કેલીઓની ફરિયાદ ન કરો. તમારી જિંદગીનો કંટ્રોલ તમારા હાથમાં હિંમત રાખો અને મુસીબતનો સામનો કરો. એટલા માટે મેરિઝલ્ટ વિશે વિચારવાનું જ બંધ કરી દીધું છે. મે માત્ર એ વસ્તુ પર ધ્યાન આપું છું જે મારા કંટ્રોલમાં હોય. હિના ખાને શેર કરેલા વીડિયોને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો પર તેના બોયફ્રેન્ડ રોકી જ્યસવાલે પણ કોમેન્ટ કરી છે. રોકીએ હિનાની પોસ્ટ પર કોમેન્ટ કરતા લખ્યું માય લવ, આ કોમેન્ટ પરથી હિનાના બ્રેકઅપના સમાચારો પર પૂર્ણ વિરામ લાગી ગયું છે.

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ અભિનેત્રી હિના ખાન હાલમાં મુશ્કેલીમાં જોવા મળી રહી છે. હિના ખાન થર્ડ સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર થયું છે. આ મુશ્કિલ સમયમાં પણ હિના ખાન પોતાની પોસ્ટ દ્વારા લોકોને મોટિવેટ અને અપટેડ આપી રહી છે.હિના ખાન હાલમાં જ ખુલાસો કર્યો કે, તેને મ્યૂકોસાઈટિસ નામની બિમારી છે. આ બિમારી કીમોથેરેપીની સાઈડ ઈફેક્ટના કારણે થઈ છે.

Next Article