Manu Punjabi Death Threat : બિગ બોસ સ્પર્ધક મનુ પંજાબીને મળી જાનથી મારી નાખવાની ધમકી, પોલીસે આરોપીની ધરપકડ કરી

મનુ પંજાબી (Manu Punjabi)ને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે, આરોપીની ધરપકડથી મનુએ જયપુર પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે

Manu Punjabi Death Threat : બિગ બોસ સ્પર્ધક મનુ પંજાબીને મળી જાનથી મારી નાખવાની ધમકી, પોલીસે આરોપીની ધરપકડ કરી
: બિગ બોસ સ્પર્ધક મનુ પંજાબીને મળી જાનથી મારી નાખવાની ધમકી
Image Credit source: instagram
| Edited By: | Updated on: Jun 30, 2022 | 11:34 AM

Manu Punjabi Threats: બિગ બોસ સીઝન 10 અને 14ના સ્પર્ધક રહી ચૂકેલા મનુ પંજાબીએ દાવો કર્યો છે કે,તેને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, તેણે એવો પણ દાવો કર્યો છે કે મૂસેવાલાની (Sidhu Moose Wala) હત્યામાં સામેલ ગેંગે તેને મારી નાખવાની ધમકી આપી છે.પંજાબી (Manu Punjabi)એ તેના સોશિયલ મીડિયા પર એક ધમકી વાળો ઈમેલનો સ્ક્રીનશોર્ટ પણ શેર કર્યો છે, મનુ પંજાબીએ જે મેલનો સ્ક્રીનશોર્ટ શેર કર્યો છે. તેમાં બિગ બોસના ખેલાડી રહીચૂકેલા મનુ પાસે 10 લાખ રુપિયાની માંગ કરી હતી, ત્યારબાદ મનુ પંજાબીને સુરક્ષા પણ આપવામાં આવી છે, જો મનુ પૈસા નહિ આપે તો પંજાબી રેપર સિદ્ધુ મુસેવાલાની જેમ પરિણામ ભોગવવાની ધમકી આપી હતી.

આરોપીની ધરપકડ

 

 

તમને જણાવી જઈએ કે, મનુ પંજાબીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ મનુએ જયપુર પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે, રિપોર્ટસ અનુસાર વ્યક્તિએ તેની પાસેથી ખંડણી વસૂલવાનો પ્રયાસ કર્યો હતો અને જો તે પૈસા નહીં આપે તો પંજાબી રેપર સિદ્ધુ મુસેવાલાની જેમ પરિણામ ભોગવવાની ધમકી આપી હતી.

પૈસા ન આપવા પર ધમકી મળી

તમને જણાવી દઈએ કે, મનુ પંજાબીને લખેલા ઈમેલમાં કહેવામાં આવ્યું કે, જો 10 લાખ રુપિયા નહિ આપે તો મનુને ખતરો છે, મનુએ સ્ક્રીનશોર્ટ ટ્વિટ કરી લખ્યું છે હું ઋચા તોમર, એડિશનલ એસપી રામ સિંહ જી, કમિશનર આનંદ શ્રીવાસ્તવજી અને જયપુર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. મનુએ કહ્યું મને એક ઈમેલ મળ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે સિદ્ધુ મૂઝવાલાની હત્યા કરનાર ગેંગનો છે. મનુએ પંજાબી જણાવ્યું હતું કે મારી પાસેથી 10 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને જો હું પૈસા નહીં આપે તો મને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તેણે કહ્યું કે છેલ્લું અઠવાડિયું મારા માટે ખૂબ જ તણાવપૂર્ણ રહ્યું. તેણે કહ્યું કે તેનો પરિવાર હજુ પણ ભયમાં છે.