Teddy Day 2021: ભૂલથી પણ ના આપશો આ રંગનું ટેડી, પ્રેમમાં થઇ શકે છે તકરાર

|

Feb 10, 2021 | 10:00 AM

મોટાભાગે છોકરીઓ અને બાળકોને ટેડી ખુબ પસંદ હોય છે. આ દિવસે પ્રેમ અભિવ્યક્તિ કરવા માટે લોકો પોતાના પાર્ટનરને ટેડી ભેટ આપે છે.

Teddy Day 2021: ભૂલથી પણ ના આપશો આ રંગનું ટેડી, પ્રેમમાં થઇ શકે છે તકરાર
ટેડી ડે

Follow us on

Teddy Day 2021: પ્રેમીઓ માટે તેમનો પ્રિય વેલેન્ટાઇન વિક ચાલી રહ્યું છે. હવે વેલેન્ટાઇન ડેને ત્રણ દિવસ બાકી છે અને આ વીકના ત્રણ દિવસ પૂરા થયા છે. વેલેન્ટાઇન વીકનો આજે ચોથો દિવસ છે. 10 ફેબ્રુઆરીનો દિવસ ટેડી ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રેમીઓ એકબીજાને ગિફ્ટમાં ટેડી આપતા હોય છે.

મોટાભાગે છોકરીઓ અને બાળકોને ટેડી ખુબ પસંદ હોય છે. આ દિવસે છોકરાઓ તેમની ગર્લફ્રેન્ડને અને મોટાભાગના માતાપિતા તેમના બાળકોના પ્રત્યેના પ્રેમ અભિવ્યક્તિ કરવા માટે ટેડી ભેટ આપે છે. વેલેન્ટાઇન વિકની શરૂઆત સાથે જ બજારોમાં અવનવા ટેડીની ભરમાર આવી જાય છે.

ટેડી ડેને બનાવો ખાસ
જો તમે પરિણીત દંપતી છો, તો તમે તમારા જીવનસાથીને ખુશ કરવા ટેડીથી તમારી રૂમને સજાવી શકો છો. બજારમાં એવા ટેડી પણ મળે છે જેના પર પ્રેમ વ્યક્ત કરતા સંદેશ લખેલા હોય છે. મોટેભાગે આવા ટેડી પાર્ટનરને ખૂબ પસંદ આવતા હોય છે. આ ઉપરાંત અનેક સાઈઝમાં ટેડી મળતા હોય છે. તમે ટેડીની નાનામાં નાની સાઈઝથી મોટી સાઈઝનું ટેડી ભેટ આપી શકો છો. જો તમે નાનાથી માંડીને મોતા ટેડી એક સાથે એટલે કે ટેડી સિરીઝ ભેટ આપો છો તો પાર્ટનર ખૂબ ઈમ્પ્રેસ થશે.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

ટેડી ડે

કયા રંગનું ટેડી ભેટ આપશો
બજારમાં ટેડી ઘણા રંગોમાં ઉપલબ્ધ હોય છે. જેમાં લાલ, ગુલાબી અને સફેદ સૌથી વધુ લોકપ્રિય રંગ છે. લાલ રંગ પ્રેમનું પ્રતીક છે. જો તમે તમારા પ્રેમને વ્યક્ત કરવા માંગો છો તો તમારા સાથીને લાલ રંગનું ટેડી ભેટ કરી શકો છો. આ ઉપરાંત છોકરીઓને ગુલાબી રંગનું ટેડી વધુ પસંદ કરે છે. ગુલાબી રંગનું ટેડી પણ તમે ભેટ આપી શકો છો. સફેદ રંગનું ટેડી જોવામાં ખૂબ જ સુંદર લાગે છે. આ ટેડી પણ રૂમ સજાવવામાં વાપરી શકો છો.

ભૂલથી પણ ના આપશો આ રંગનું ટેડી
બ્રાઉન પર્પલ અને બ્લેક ટેડી ભૂલથી પણ ગીફ્ટમાં ના આપશો. કેમ કે બ્રાઉન ટેડીનો મતલબ થાય છે કે તમારા કારણે તમારા જીવનસાથીનું હૃદય તૂટી ગયું છે. બ્લેક ટેડીનો મતલબ છે કે તમારું પ્રોપોઝલ રિજેક્ટ કરી દેવામાં આવ્યું છે. અને પર્પલ ટેડીનો મિનીંગ છે કે સામે વાળું હવે તમારામાં રસ નથી ધરાવતું. એટલે કે હવે મૂવ ઓન થવાનો સમય આવી ગયો છે.

Next Article