MP: મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની જાહેરાત ,’સમ્રાટ પૃથ્વીરાજ’ ફિલ્મ મધ્યપ્રદેશમાં પણ ટેક્સ ફ્રી

સીએમ શિવરાજ સિંહે ટ્વીટ કર્યું કે મહાન યોદ્ધા સમ્રાટ પૃથ્વીરાજ (Film Samrat Prithviraj) ચૌહાણના જીવન પર આધારિત અક્ષય કુમાર સ્ટારર "સમ્રાટ પૃથ્વીરાજ" ને મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

MP: મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની જાહેરાત ,સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ મધ્યપ્રદેશમાં પણ ટેક્સ ફ્રી
'સમ્રાટ પૃથ્વીરાજ' ફિલ્મ મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી
Image Credit source: Tv 9
| Edited By: | Updated on: Jun 02, 2022 | 7:15 PM

Samrat Prithviraj : ‘સમ્રાટ પૃથ્વીરાજ’ (Film Samrat Prithviraj) ફિલ્મ મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી થવા જઈ રહી છે. આ વાતની જાહેરાત ખુદ સીએમ શિવરાજ સિંહે કરી છે. તેમણે ટ્વીટ કર્યું કે, મહાન યોદ્ધા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત અક્ષય કુમાર અભિનીત ફિલ્મ “સમ્રાટ પૃથ્વીરાજ” ને મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી (Prithviraj Tax free In Madhya Pradesh) બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધુ યુવાનો જુઓ અને તેમનામાં માતૃભૂમિ માટે વધુ પ્રેમ જગાડો. ઉત્તર પ્રદેશ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ અક્ષય કુમાર (Akshay Kumar)ની ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે.

આ ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ યશ રાજના બેનર હેઠળ બની છે. આ ફિલ્મમાં અભિનેતા અક્ષય કુમાર અને માનુષી છિલ્લરે મહત્વની ભૂમિકા ભજવી છે. મળતી માહિતી મુજબ, આ ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણ પર લખાયેલ પુસ્તક ‘પૃથ્વીરાજ રાસો’ પર આધારિત છે. આ ફિલ્મ 3જી જૂને રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણ અને સંયોગિતાની લવ સ્ટોરી પર આધારિત છે.

બહાદુર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની ગાથા

આ પહેલા યોગી સરકારે પોતાના રાજ્યમાં ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને (Samrat Prithviraj) ટેક્સ ફ્રી કરી છે અને એમ પણ કહ્યું છે કે તેઓ આ ફિલ્મને દરેક વ્યક્તિ સુધી લઈ જવા માંગે છે. તો બીજી તરફ ફિલ્મને લઈને વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે ઓમાન અને કુવૈત જેવા સ્થળોએ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ફિલ્મ મોટા પડદા પર દેશ માટે બલિદાન આપનાર બહાદુર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની ગાથા બતાવવા જઈ રહી છે.

આ ફિલ્મ આવતીકાલે એટલે કે 3 જૂને રિલીઝ થવા જઈ રહી છે. માનુષી છિલ્લર પણ અક્ષય કુમાર સાથે ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજમાં જોવા મળશે, જે આ ફિલ્મથી બોલિવૂડ (Bollywood)માં ડેબ્યૂ કરી રહી છે.