તારક મહેતા ફેમ મુનમુન દત્તાની વધી મુશ્કેલી, આ મામલે થઈ શકે છે બબીતા ​​જીની ધરપકડ

મુનમુન એક યુટ્યુબ ચેનલ ચલાવે છે, એક્ટ્રેસે તેની ચેનલ પરથી વર્ષ 2021માં એક વીડિયો શેર કર્યો હતો જેને કારણે તેની મુશ્કેલી વધી રહી છે.

તારક મહેતા ફેમ મુનમુન દત્તાની વધી મુશ્કેલી, આ મામલે થઈ શકે છે બબીતા ​​જીની ધરપકડ
Actress Munmun Dutta (File Photo)
| Edited By: | Updated on: Jan 30, 2022 | 2:41 PM

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલની અભિનેત્રી મુનમુન દત્તા (Munmun Dutta) ફરી એકવાર ચર્ચામાં છે. TMKOC થી બધાના દિલ જીતનારી અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબીતા ​​જીની મુશ્કેલીઓ વધી રહી છે. એવી અટકળો છે કે ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવી શકે છે. તમને જણાવવુ રહ્યુ કે, થોડા સમય પહેલા તે તેના એક વીડિયોને (Video) લઈને વિવાદમાં આવી હતી, જેમાં તેણે જાતિવાદી શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

એક્ટ્રેસના આ વીડિયોને લઈને ઘણો હંગામો થયો હતો. જો કે આ મામલે મુનમુને તેના ચાહકોની માફી પણ માંગી હતી. તેણે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને કહ્યુ હતુ કે, તે ખરેખર તે શબ્દનોઅર્થ જાણતી નથી. જો કે હાલ આ મામલે હિસારની વિશેષ અદાલતે અભિનેત્રીની જામીન અરજી ફગાવી દીધી છે.

જાણો શું છે સમગ્ર મામલો ?

એક્ટ્રેસ મુનમુન એક યુટ્યુબ ચેનલ ચલાવે છે, જેમાં તે દરરોજ ફેન્સ સાથે કન્ટેન્ટ શેર કરે છે. મુનમુને વર્ષ 2021માં પોતાની ચેનલ પરથી પોતાનો એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં તેણે વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ. આ પછી કહેવામાં આવ્યુ કે મુનમુને અનુસૂચિત જાતિ સમુદાયને નિશાન બનાવી છે. ત્યાર બાદ મુનમુન ટ્વિટર પર ટ્રોલ થવા લાગી. તેમજ ટ્વિટર પર #ArrestMunmunDutta પણ ટ્રેન્ડ થયુ હતુ.

થોડા સમય પહેલા મુનમુન દત્તા પણ બિગ બોસ 15માં જોવા મળી

તારક મહેતાની બબીતા ​​જી એટલે કે મુનમુન દત્તાએ પણ થોડા સમય પહેલા બિગ બોસના ઘરમાં એન્ટ્રી કરી હતી. તે સમયે તેની સાથે શોમાં સુરભી ચંદના, વિશાલ સિંહ અને આકાંક્ષા પુરી પણ હતા. મુનમુન દત્તાને બિગ બોસ શો ખૂબ જ પસંદ છે. તમને જણાવી દઈએ કે, મુનમુન દત્તા ઘણા વર્ષોથી આ શોને ફોલો કરી રહી છે. જ્યારે પણ આ શોમાં કંઇક ખોટું થાય છે અથવા કોઈ પર હુમલો કરવામા આવે છે, તો મુનમુન ખુલ્લેઆમ સોશિયલ મીડિયા પર પોતાના વિચારો શેર કરતી જોવા મળે છે.

 

આ પણ વાંચો : New Film: 12 વર્ષ બાદ સંજય દત્ત અને સુનીલ શેટ્ટીની જોડી ફરી મચાવશે ધૂમ, ટૂંક સમયમાં નવી ફિલ્મમાં સાથે કરશે કામ

Published On - 2:40 pm, Sun, 30 January 22