Taarak Mehta Ka Ooltah Chashma નાં ‘જેઠાલાલ’નું નિવેદન, સરકારને દોષ ન આપો, નિયમોને અનુસરો

|

May 10, 2021 | 11:13 AM

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) માં 'જેઠાલાલ' ની ભૂમિકા ભજવનાર દિલીપ જોશીએ કોરોના રોગચાળા અંગે એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે લોકોનું જીવન ખૂબ જ મહત્વપૂર્ણ છે

Taarak Mehta Ka Ooltah Chashma નાં જેઠાલાલનું નિવેદન, સરકારને દોષ ન આપો, નિયમોને અનુસરો
Dilip Joshi

Follow us on

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) માં ‘જેઠાલાલ’ ની ભૂમિકા ભજવનાર દિલીપ જોશીએ કોરોના રોગચાળા અંગે એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે લોકોનું જીવન ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેમને વિશ્વાસ છે કે આ રોગ નાબૂદ થઈ જશે. તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યારે લોકડાઉન સમાપ્ત થઈ જાય ત્યારે લોકોને જાગૃત રહેવાની જરૂર છે. લોકોએ અહીં અને ત્યાં આવા જવાથી બચે. દિલીપ જોશી કોરોના રોગચાળાની વધતી અસર વિશે આ કહેતા હતા.

દિલીપ જોશીએ વધુમાં કહ્યું કે, ‘લોકોએ પોતાની ફરજ જવાબદારી પૂર્વક નિભાવવી જોઈએ અને બધા સાથે સામાન્ય અને સહકારપૂર્ણ સંબંધ જાળવવો જોઈએ. સરકારોને દોષી ઠેરવવાથી કંઈ થશે નહીં. જો આપણે નિયમોનું પાલન ન કરીએ તો આ ક્યારેય ખત્મ નહીં થાય. આપણે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું જ પડશે. માસ્ક પહેરવું જ પડશે. વેક્સિનેશન કરાવી જ પડેશે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

 

આ સાથે દિલીપ જોશીએ કહ્યું છે કે દરેક વ્યક્તિએ નિયમિત પણે નાસ લેવી જોઈએ અને સ્વસ્થ રહેવું જોઈએ. કોરોનાનાં મામલા ઓછા થવા પર સાવધાની બરતવાથી ચુકવું ન જોઈએ

 

 

 

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) નું શૂટિંગ હાલમાં બંધ કરાયું છે. આ માટે તેમણે કહ્યું કે, ‘કામ છે, ફરી એકવાર શરૂ થઈ જશે, પરંતુ લોકોનું જીવન ખૂબ મહત્વનું છે. તે પ્રાધાન્યમાં છે, જે લોકો બીજા રાજ્યમાં શૂટિંગ કરી રહ્યા છે. તેઓ ખૂબ કાળજી લેતા હોવા જોઈએ. હું ભગવાનમાં વિશ્વાસ કરું છું. બધી હેકડી આ રોગચાળો ઉતારી દિધી છે. તમામ વિકાસ, તકનીકી, પૈસા, તમારું નામ બધું ત્યાં ને ત્યાં રહી ગયું.

કુટુંબ અને સ્વાસ્થ્ય સિવાય કંઈપણ મહત્વનું નથી. આપણે આ વાત સમજવી પડશે. ધૈર્ય અને સંયમ રાખવું પડશે, કોઈ પણ વસ્તું નિશ્ચિત નથી, આ પણ એક દિવસ સમાપ્ત થઈ જશે. ‘ દિલીપ જોશી એક લોકપ્રિય કલાકાર છે. તેમણે ઘણી ફિલ્મોમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે.

 

Next Article