લોકપ્રિય ટેલિવિઝન કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેતા ગુરચરણ સિંહ છેલ્લા 6 દિવસથી ગાયબ છે. આવી સ્થિતિમાં તેનું ગુમ થવું પોલીસ માટે એક મોટો કોયડો બની ગયો છે.તેના પિતા દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશન ગયા અને તેમના પુત્રના ગુમ થયાની ફરિયાદ નોંધાવી. હવે સમગ્ર મામલામાં દિલ્હી પોલીસનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેણે આ કેસની વિગતો આપી છે. જેમાં હવે અભિનેતાની લાસ્ટ લોકેશન સામે આવી છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે 22 એપ્રિલે ગુરુચરણને દિલ્હી એરપોર્ટ જવાનું હતું જ્યાંથી તે મુંબઈની ફ્લાઈટ પકડવાના હતો, પરંતુ તે એરપોર્ટ તરફ ગયો ન હતો. દિલ્હીના પાલમ સહિત ઘણા વિસ્તારોના સીસીટીવી કેમેરામાં અભિનેતા પીઠ પર બેગ લઈને રસ્તા પર ચાલતો જોવા મળ્યો હતો. એટલું જ નહીં, ગુરુચરણે દિલ્હીના ATMમાંથી લગભગ 7 હજાર રૂપિયા પણ ઉપાડ્યા હતા ત્યારે જ્યાંથી ગુરચરણ પસાર થયો તેનો વીડિયો સામે આવ્યો છે.
Taarak Mehta Ka Ooltah Chashmah actor Gurucharan Singh ‘Sodhi,’ was seen crossing a road in CCTV footage from the Palam area on Monday night. His flight was scheduled for 8:30 pm on Monday, but he was seen at a traffic intersection in Palam around 9:14 pm in Delhi. Police stated… pic.twitter.com/RnsV8jQ3QI
— Gagandeep Singh (@Gagan4344) April 27, 2024
DCP દક્ષિણ-પશ્ચિમ રોહિત મીણાએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા કહ્યું કે ગુરુચરણ સિંહના પરિવારે તેમની સામે ફરિયાદ નોંધાવી છે. તેના પિતાએ પોલીસને માહિતી આપી હતી કે અભિનેતા 22 એપ્રિલે રાત્રે 8:30 વાગ્યે મુંબઈ જવા રવાના થયો હતો, ત્યારથી તે ગુમ છે.
#WATCH | Delhi: On actor Gurucharan Singh aka Roshan Singh Sodhi missing since 22 April, DCP South-west Rohit Meena says, “Gurucharan Singh’s family lodged a complaint with us that he left for Mumbai on 22 April at 8:30 pm. He has been missing since then. We have registered a… pic.twitter.com/CJKv0y5Fp6
— ANI (@ANI) April 27, 2024
પોલીસે કહ્યું કે? કેસ નોંધવામાં આવ્યો છે અને ઘણા વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે. અમને કેટલાક સીસીટીવી ફૂટેજ મળ્યા છે જે ફુટેજના આધારે અને ટેકનિકલ તપાસના આધારે શોધખોળ કરવામાં આવી રહી છે અને અહીં ઘણી મહત્વપૂર્ણ કડીઓ પણ મળી છે. અમે IPCની કલમ 365 હેઠળ કેસ નોંધ્યો છે. તપાસમાં, અમે સીસીટીવી ફૂટેજ મુજબ તેમની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છીએ અને તકનીકી પુરાવાઓનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. તે બેગ લઈને જતો જોવા મળ્યો હતો.
ગુરુચરણના મોબાઈલ ડિટેલ્સ ચેક કર્યા બાદ પોલીસને ઘણી બાબતો જાણવા મળી. પોલીસના જણાવ્યા અનુસાર, અભિનેતા 24 એપ્રિલ સુધી દિલ્હીમાં હાજર હતો. આ પછી તેનો મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો. 24મીએ તે પાલમમાં તેના ઘરથી લગભગ 2 થી 3 કિલોમીટર દૂર એક સ્થળે હાજર હતો. તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું કે ગુરુચરણના લગ્ન થવાના હતા. દરમિયાન, તે આર્થિક સંકટનો પણ સામનો કરી રહ્યો હતો. આ તમામ બાબતો વચ્ચે ગુરુચરણનું અચાનક ગુમ થવાથી અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
Published On - 1:19 pm, Sun, 28 April 24