ઇન્કમ ટેક્સ વિભાગના દરોડા પર તાપસી પન્નુ એ આપી પ્રતિક્રિયા, કહી આ મોટી વાત

|

Mar 09, 2021 | 2:52 PM

થોડાક દિવસો આગાઉ તાપસી પન્નુ (Taapsee Pannu) અને અનુરાગ કશ્યપના ઘરે ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા હતા. જે બાદ હવે તાપસી પન્નુએ આ બાબત પર પ્રતિક્રિયા આપી છે.

ઇન્કમ ટેક્સ વિભાગના દરોડા પર તાપસી પન્નુ એ આપી પ્રતિક્રિયા, કહી આ મોટી વાત
Taapsee Pannu

Follow us on

બોલ્ડ અને બિન્દાસ્ત વિચારો માટે ફેમશ તાપસી પન્નુ (Taapsee Pannu) છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. થોડા સમય પહેલા ઇન્કમ ટેક્સ વિભાગે તાપસીના ઘરે દરોડા પાડ્યા હતા. આટલું જ નહીં તેનો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યી હતો, જે શનિવારે પાછો આપવામાં આવ્યો હતો. તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપ પર અનેક કરોડોની ટેક્સ અનિયમિતતામાં સામેલ હોવાનો આરોપ છે. આ મામલે અભિનેત્રીએ ફરી એકવાર વાત કરી છે.

એક ઇન્ટરવ્યૂમાં તાપસીએ કહ્યું હતું કે તે જાહેર વ્યક્તિત્વને કારણે તે આવી કાર્યવાહી કરવા માટે હંમેશા તૈયાર રહે છે, પરંતુ તે આ પરિવાર માટે હેરાન કરવાની વાત હતી. છેલ્લા કેટલાક વર્ષો અથવા મહિનાઓમાં, તેને ખૂબ સારી રીતે ખબર પડી ગઈ છે કે અહીં કંઇ પણ થઈ શકે છે. તાપસીએ કહ્યું, ‘જ્યારે ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ મારી પાસે આવ્યા, ત્યારે મને કહેવામાં આવ્યું કે મારા દિલ્હી અને મુંબઇના ઠેકાણા પર તપાસ કરવામાં આવી રહી છે. મને જાણ કરવામાં આવી હતી ‘.

તાપસીએ વધુમાં કહ્યું કે, ‘મને ક્યારેય એવું નહોતું લાગ્યું કે મારા કે મારા પરિવાર સાથે કંઈક થશે. છેલ્લા કેટલાક વર્ષો અથવા મહિનાઓએ મને એવું બતાવી દેવામાં આવ્યું કે કંઇ પણ થઈ શકે છે. તે જાહેર વ્યક્તિત્વ હોવાની વાત છે. હું સંપૂર્ણ રીતે ઠીક છું કારણ કે જ્યારે મેં જો કંઈપણ ખોટું કર્યું નથી, તો મારે કઈ વાત નો ડર રાખવો જોઈએ? જો કોઈ માનવીય ભૂલ થાય છે, તો હું તેના માટે ચૂકવણી કરીશ, પરંતુ હું ગુનેગાર નથી. મેં કંઈપણ ગેરકાયદેસર કામ કર્યું નથી, તેથી પરિણામનો મને ડર નથી. ‘

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આટલું જ નહીં, તાપેસીએ એમ પણ કહ્યું કે ઇન્કમ ટેક્સ વિભાગના દરોડાથી તેને આંચકો લાગ્યો છે પરંતુ તેનો અર્થ એ નથી કે તે ડરથી પોતાને બદલી નાખશે. તાપસીએ 5 કરોડની રસીદનો જવાબ આપ્યો હતો. તેણે કહ્યું, ‘હું એ જાણવા માંગુ છું કે તે 5 કરોડ રૂપિયા ક્યાં છે? મને મારા જીવનમાં કોઈપણ કાર્ય માટે મને આ રકમની ઓફર કરવામાં આવી નથી. હું તે રસીદ મારા પોતાના માટે ફ્રેમ કરાવીશ’.

આવકવેરા વિભાગે 3 માર્ચે તાપસી પન્નુ, અનુરાગ કશ્યપ, વિકાસ બહલ અને મધુ મંટેનના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. તેમના ઉપર આશરે 650 કરોડની કરચોરીનો આરોપ છે. આ અંગે તાપસી પન્નુ અને કંગના રનૌત વચ્ચે મૌખિક યુદ્ધ પણ થયું હતું, જેણે ઘણું ચર્ચાયું હતું.

Next Article