એમએસ ધોની, છીછોરે, પીકે જેવી ફિલ્મમાં કામ કરનાર દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતનો (Sushant Singh Rajput) આજે જન્મદિવસ છે. સુશાંત સિંહ રાજપૂતનો જન્મ બિહારના પટનામાં થયો હતો. ફિલ્મો પહેલા સુશાંતે ટીવીના લોકપ્રિય શો પવિત્ર રિશ્તામાં કામ કર્યું હતું. તેણે આ સિરિયલથી એક્ટિંગ શરૂઆત કરી હતી. 14 જૂન 2020ના રોજ સુશાંતે આ દુનિયાને અલવિદા કહ્યું હતું. અચાનક સમાચાર આવ્યા કે સુશાંત સિંહ રાજપૂતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી અને તે પછી બધા ચોંકી ગયા.
બિહારથી મુંબઈ જઈને સિને જગતમાં સફર કરનાર સુશાંત સિંહ રાજપૂતે પોતાના દમ પર નામ કમાવ્યું અને તેની અચાનક વિદાયથી સમગ્ર દેશ શોકમાં ગરકાવ થઈ ગયો હતો. સુશાંતનું અચાનક મૃત્યુ તેના ફેન્સ માટે આઘાતજનક સમાચાર છે. એક્ટરે ફિલ્મોમાં પોતાના શાનદાર કામથી લોકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું હતું અને જ્યારે તે ગયો ત્યારે લોકો પડદા પર તેની એક્ટિંગ અને ડાયલોગ્સને મિસ કરે છે.
2019માં આવેલી ફિલ્મ છિછોરેમાં સુશાંતે એક એવો ડાયલોગ બોલ્યો હતો જે કદાચ તેના અંગત જીવન સાથે પણ મેળ ખાતો હોય અને આજની દુનિયાની વાસ્તવિકતા આ સંવાદમાં પ્રતિબિંબિત થાય છે. ડાયલોગ છે ‘હમ હાર જીત, સક્સેસ-ફેલિયોરમાં ઈતના ઉલઝ ગયે હૈ કી જિંદગી જીના ભૂલ ગયે’
છિછોરેમાં સુશાંતે વધુ એક ડાયલોગ બોલ્યો હતો જેની હવે ચર્ચા થઈ રહી છે. ‘જિંદગીમાં અગર કુછ સબસે જ્યાદા ઈમ્પોર્ટન્ટ હો તો ખુદ કી જિંદગી હૈ.’
છિછોરેમાં જ તેમનો બીજો ડાયલોગ છે, દુસરો સે હારકર લૂઝર કહેલાનેસે કહી જ્યાદા હૈ ખુદ સે હારકર લૂઝર કહેલાના’
તુમ્હારા રિઝલ્ટ ડિસાઈડ નહીં કરતા હૈ કે તુમ લૂઝર હો ય નહીં, તુમ્હારી કોશિશ ડિસાઈડ કરતી હૈ : એમ.એસ. ધોની ધ અનટોલ્ડ સ્ટોરી
સક્સેસ કા પ્લાન સભી કે પાસ હૈ લેકિન અગર ગલતી સે ફેલ હો ગએ તો ફેલિયોર સે કૈસે ડીલ કરના હૈ… એ કોઈ નહીં જાનતા. -છિછોરે
અગર રોઝા નહીં રખતે તો ઈદ કા ક્યાં મઝા : રાબતા
મિત્રતાનું મહત્વ જણાવતો ફિલ્મ છિછોરેનો ડાયલોગ- સચ્ચે દોસ્ત વહ હોતે હૈ… જો અચ્છે વક્તમે આપકી બજાતે હૈ ઔર મુશ્કિલ વક્ત આતા હૈ તો વહી છિછોરે આપકે દરવાજે પર ખડે નજર આતે હૈ.
ધ કેપ્ટન ઇઝ ઓન્લી એસ ગુડ એસ અ ટિમ : એમ.એસ. ધોની ધ અનટોલ્ડ સ્ટોરી
લડકિયાં હીરો સે નહીં હારે સે પ્યાર કરતી હૈ : રાબતા
એક બોલર વિકેટ લેગા, એક અચ્છા બેટ્સમેન કિસી મેચમે અપને લિયે રન બનાયેગા, કિસી મેચ મેં નહીં બનાયેગ, પરંતુ એક અચ્છા ફિલ્ડર હર મેચ મેં આપકે લિએ રન બનાયેગા : એમ.એસ. ધોની ધ અનટોલ્ડ સ્ટોરી
આ પણ વાંચો : Covid Guidelines: 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જરૂરી નથી માસ્ક, કેન્દ્રએ નવી કોરોના માર્ગદર્શિકા પાડી બહાર