Oscar દરમિયાન થયેલા વિવાદમાં સલમાન ખાને વિલ સ્મિથનું કર્યું સમર્થન ! જાણો શું છે મામલો ?

|

Mar 29, 2022 | 1:43 PM

વિલ સ્મિથ અને ક્રિસ રોક વચ્ચેના વિવાદ અંગે સલમાને કહ્યું કે, શોના હોસ્ટને દર્શકો પ્રત્યે થોડું સંવેદનશીલ હોવું જરૂરી છે.

Oscar દરમિયાન થયેલા વિવાદમાં સલમાન ખાને વિલ સ્મિથનું કર્યું સમર્થન ! જાણો શું છે મામલો ?
Salman khan commented on will smith controversy

Follow us on

ઓસ્કાર એવોર્ડ(Oscar Awards)  2022 દરમિયાન 22મા આઈફા એવોર્ડની (International Indian Film Academy Awards 2022)જાહેરાત દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) વિલ સ્મિથની (Will Smith)તરફેણમાં બોલતો જોવા મળ્યો હતો.આસાથે દરમિયાન ‘ભાઈજાન’ સલમાને સાઉથ સિનેમા વિશે પણ વાત કરી. વિલ સ્મિથ અને ક્રિસ રોક વચ્ચેના વિવાદ અંગે સલમાને કહ્યું કે શોના હોસ્ટને દર્શકો પ્રત્યે થોડું સંવેદનશીલ હોવું જરૂરી છે.

આ દરમિયાન અભિનેતાએ આ બાબતે પોતાનો અભિપ્રાય ચાહકો સાથે શેર કર્યો હતો. તમને જણાવી દઈએ કે, વિલ સ્મિથના થપ્પડ મારવાના વીડિયો પર મોટાભાગના બોલિવૂડ સેલેબ્સે પ્રતિક્રિયા આપી હતી અને તેણે વિલ સ્મિથને ફટકાર લગાવી હતી.

વિલ સ્મિથની ઘટના પર સલમાન ખાને શું કહ્યું ?

આ મામલે પોતાનો દૃષ્ટિકોણ જણાવતા સલમાને કહ્યું ‘હોસ્ટ હોવાના નાતે તમારે સંવેદનશીલ બનવાની જરૂર છે. રમૂજ બેલ્ટની ઉપર હોવી જોઈએ અને બેલ્ટની નીચે નહીં. આ દરમિયાન સલમાન ખાને સાઉથ ઈન્ડસ્ટ્રી (South Industry) વિશે પોતાનો અભિપ્રાય પણ જણાવ્યો. સલમાન ખાને આ દરમિયાન બોલિવૂડ અને સાઉથ સિનેમાની પણ સરખામણી કરી હતી.

મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ

સાઉથ સિનેમા વીરતાથી ભરેલું : સલમાન ખાન

સલમાને કહ્યું ‘સાઉથ સિનેમા વીરતાથી ભરેલું છે’. દર્શકો સાઉથની ફિલ્મો તરફ વધુ ખેંચાય છે, તેની પાછળનું કારણ એ છે કે ત્યાંની ફિલ્મોમાં હીરોઈઝમ છલકાય છે. તેની સરખામણી કરતાં સલમાને કહ્યું કે સાઉથની ફિલ્મોની સરખામણીમાં હિન્દી ફિલ્મોમાં તેની કમી છે. આ જ કારણ છે કે દર્શકો સાઉથની ફિલ્મોને વધુ પસંદ કરે છે.

સલમાને આગળ કહ્યું ‘હવે લોકો ઘણા કૂલ થઈ ગયા છે. લોકો કનેક્ટ કરવા સક્ષમ છે, તેમની લાગણીઓ ફિલ્મ સાથે જોડાય છે, મહત્વપૂર્ણ છે કે આ ફોર્મેટ સલીમ ખાન અને જાવેદ અખ્તર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, જે હવે આગળના સ્તર પર પહોંચી ગયું છે.તમને જણાવી દઈએ કે, 56 વર્ષીય સલમાન ખાને ‘વોન્ટેડ’, ‘રાધે’ અને ‘દબંગ’ જેવી શાનદાર ફિલ્મો કરી છે.

આ પણ વાંચો : સુમોના ચક્રવર્તીએ ‘કપિલ શર્મા શો’ છોડી દીધો ? આ નવા શોમાં જોવા મળી એક્ટ્રેસ સુમોના

Next Article