અભિનેતા રજનીકાંત ફિલ્મ ‘જેલર 2’ સાથે પડદા પર આવી રહ્યા છે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે.જેમાં રજનીકાંત એક્શનમાં જોવા મળી રહ્યા છે. 74 વર્ષની ઉંમરે પણ તે પડદા પર જોરદાર એક્શનમાં જોવા મળશે. વર્ષ 2023માં રજનીકાંતની ફિલ્મ જેલર સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે.આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી, હવે મેકર્સે જેલર 2 લઈને આવ્યા છે. પોંગલ અને મકર સંક્રાતિને લઈ નિર્માતાઓએ રજનીકાંતના ચાહકોને ખાસ ગિફટ આપી છે. આ ખાસ ગિફટ જેલર 2નું ટીઝર
ટીઝર કુલ 4 મિનિટનું છે અને ખુબ રસપ્રદ છે. હવે આપણે ફિલ્મ જેલરની વાત કરીએ તો જેલર ફિલ્મ રજનીકાંતના કરિયરની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ રહી છે. બીજા પાર્ટને લઈ ચાહકોમાં પણ ઉત્સાહ છે. હાલમાં ટીઝર પર ચાહકો ખુબ સારો પ્રતિસાદ આપી રહ્યા છે. હજુ 24 કલાક પણ પૂર્ણ થયા નથી અને 7 લાખથી વધુ વ્યુસ પણ આવી ચૂક્યા છે. જેલર 2 સિવાય રજનીકાંત કુલી ફિલ્મમાં પણ જોવા મળશે.
ટીઝરમાં રજનીકાંત પોતાના અનોખા અંદાજમાં સાથે જોવા મળે છે. તે ચશ્માથી વિરુદ્ધઓ સાથે લડતો જોવા મળે છે. ટીઝરની શરુઆતમાં જેલર 2ના નિર્દેશક નેલ્સન અને મ્યુઝિક ડાયરેક્ટર અનિરુદ્ધ નવી સ્ક્રિપ્ટની ચર્ચા કરી રહ્યા છે. અચાનક તેની આસપાસ ગોળીઓનો વરસાદ અને તોડફોડ થવા લાગે છે. ત્યારબાદ રજનીકાંતની ધમાકેદાર એન્ટ્રી થાય છે. એક હાથમાં બંદુક અને એક હાથમાં તલવાર જોવા મળી રહી છે. ટુંકમાં જેલર 2ના ટીઝરે રજનીકાંતનું દિલ જીતી લીધું છે.
ટીઝરનો કુલ સમયગાળો ચાર મિનિટનો છે અને તે ખૂબ જ રસપ્રદ છે. ફિલ્મ ‘જેલર’ વિશે વાત કરીએ તો, તે રજનીકાંતના કરિયરની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. બીજા ભાગને લઈને પણ દર્શકોમાં ઉત્સાહ છે.