સની દેઓલ અને અમીષા પટેલની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ગદર 2’નું ફર્સ્ટ પોસ્ટર રીલિઝ થયું છે. આ ફિલ્મ સ્વતંત્રતા દિવસના અવસર પર રિલીઝ થશે અને આજે ગણતંત્ર દિવસના અવસર પર ફિલ્મનું ફસ્ટ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. ત્યારે વાત કરીએ તો ગદર 2ને લઈને ફેન્સ ઘણા જ એક્સાઈટેડ છે અને આજના દિવસે સની દેઓલનું ફસ્ટ લુક સામે આવતા ફેન્સ ખુશ થઈ ગયા છે. ફસ્ટ લુકમાં સની દેઓલના હાથમાં હથોડા સાથેનું ફસ્ટ પોસ્ટર આજે સામે આવ્યું છે.
ફર્સ્ટ લૂક પોસ્ટરમાં સની દેઓલ હાથમાં હથોડા સાથે જોવા મળી રહ્યો છે. પોસ્ટરમાં હિન્દુસ્તાન ઝિંદાબાદ અને ગદર 2 લખવામાં આવ્યું છે. પોસ્ટર શેર કરતી વખતે સની દેઓલે લખ્યું છે- હિન્દુસ્તાન ઝિંદાબાદ હૈ… ઝિંદાબાદ થા… અને ઝિંદાબાદ રહેગા. આ સ્વતંત્રતા દિવસે અમે તમારા માટે ભારતીય સિનેમાની બે દાયકા પછીની સૌથી મોટી સિક્વલ લઈને આવ્યા છીએ. ગદર 2 11 ઓગસ્ટ 2023ના રોજ મોટા પડદા પર રિલીઝ થશે.
Hindustan Zindabaad Hai….Zindabaad Tha.. .aur Zindabaad Rahega!
This Independence Day, we bring to you the biggest sequel in Indian cinema after two decades.#Gadar2 releasing on 11th August 2023🔥#HappyRepublicDay@ZeeStudios_ @ameesha_patel @iutkarsharma @Anilsharma_dir pic.twitter.com/Tz9dbysDRe— Sunny Deol (@iamsunnydeol) January 26, 2023
ગદર – એક પ્રેમ કથા 2001 ની સૌથી વધુ કમાણી કરનારી અને અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મોમાંની એક છે. 2001માં આ ફિલ્મે 133 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મમાં અમીષા પટેલ અને અમરીશ પુરી પણ હતા. ત્યારે ગદર 2માં પણ અમીષા પટેલ શકીના તરીકે પરત ફરશે. જ્યારે ઉત્કર્ષ શર્મા તારા સિંહ અને શકીનાના પુત્ર ચરણજીત સિંહ તરીકે પરત ફરશે. ઉત્કર્ષ ફિલ્મના દિગ્દર્શક અનિલ શર્માનો પુત્ર છે. જે પહેલી ફિલ્મના સમયે 7 વર્ષનો હતો. સિક્વલની અન્ય કાસ્ટમાં સિમરત કૌર, લવ સિંહા અને મનીષ વાધવા પણ જોવા મળશે.
‘ગદર 2’નું ફર્સ્ટ લૂક પોસ્ટર શેર કરવાની સાથે તરણ આદર્શે આ ફિલ્મની રિલીઝ ડેટ વિશે પણ જાણકારી આપી છે. ‘ગદર 2’ના ફર્સ્ટ લૂક પોસ્ટર પર સની દેઓલની ફિલ્મની રિલીઝ ડેટ સ્પષ્ટ દેખાઈ રહી છે. દિગ્દર્શક અનિલ શર્મા દ્વારા નિર્દેશિત ‘ગદર 2’ આ વર્ષે સ્વતંત્રતા દિવસના અવસર પર 11 ઓગસ્ટ, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. જણાવી દઈએ કે ફિલ્મ ‘ગદર 2’માં સની દેઓલ સિવાય બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ પણ લીડ રોલમાં જોવા મળશે. તે જાણીતું છે કે વર્ષ 2001માં ગદર-એક પ્રેમ કથા પાર્ટ વન રિલીઝ થઈ હતી.