ભાઇને જામીન મળવાની ખુશીમાં સુહાના ખાને કરી પાર્ટી, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી તસવીરો

આ અઠવાડિયામાં પહેલીવાર સુહાના ખાન જોવા મળી છે. મુંબઈમાં ડ્રગ્સના કેસમાં તેના ભાઈ આર્યન ખાનની ધરપકડ થયા બાદ તેણે સોશિયલ મીડિયાથી થોડુ અંતર જાળવી રાખ્યુ હતી. તેણે આ મહિનામાં માત્ર ત્રણ વખત તેના એકાઉન્ટમાંથી પોસ્ટ શેર કરી.

ભાઇને જામીન મળવાની ખુશીમાં સુહાના ખાને કરી પાર્ટી, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી તસવીરો
File Photo
| Edited By: | Updated on: Nov 02, 2021 | 9:46 AM

શાહરૂખ ખાનનો (Shahrukh Khan) લાડલો આર્યન ખાન (Aryan Khan) આખરે ઘરે પહોંચી ગયો છે. આર્યનના ઘરે પહોંચ્યા બાદ ખાન પરિવારમાં ખુશીનો માહોલ છે. ભાઈના ઘરે આવ્યા બાદ સુહાનાની ખુશીનો કોઈ ઠેકાણ નથી અને તે પણ પાર્ટી સેલિબ્રેટ કરવા પહોંચી ગઈ છે. તેની તસવીરો હવે સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

લાંબા સમયથી જેલમાં રહેલા બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને આખરે જામીન મળી ગયા છે. આર્યનને જામીન મળ્યા બાદ શાહરૂખ ખાન અને પત્ની ગૌરી ખાન ખૂબ જ ખુશ છે. આર્યનના જેલમાંથી બહાર આવ્યા પછી, શાહરૂખ ખાનની પુત્રી અને આર્યનની બહેન સુહાના ખાન ન્યૂયોર્કમાં ઉજવણી કરી રહી છે. સુહાના હાલ ન્યૂયોર્કમાં છે. હાલમાં જ તે તેના મિત્રો સાથે હેલોવીન સેલિબ્રેટ કરતી જોવા મળી હતી.

સુહાના ખાનની પાર્ટીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી આ તસવીરોમાં તે બેબી બ્લુ ડ્રેસમાં ટાઈ અપ બેક સાથે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. આ તસવીરોમાં તેની સાથે તેના મિત્રો પ્રિયંકા અને રૈના પણ જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પાર્ટીના ફોટા શેર કરતા તેની મિત્ર પ્રિયંકાએ કેપ્શન લખ્યું હતું કે ‘Found a pocket of sunshine!’ તે જ સમયે, આ ફોટા પર ટિપ્પણી કરતા સુહાનાએ લખ્યું ‘આય લવ યૂ.’

આ અઠવાડિયામાં પહેલીવાર સુહાના ખાન જોવા મળી છે. મુંબઈમાં ડ્રગ્સના કેસમાં તેના ભાઈ આર્યન ખાનની ધરપકડ થયા બાદ તેણે સોશિયલ મીડિયાથી થોડી દૂરી જાળવી રાખી હતી. તેણે આ મહિનામાં માત્ર ત્રણ વખત તેના એકાઉન્ટમાંથી પોસ્ટ શેર કરી. સૌપ્રથમ શાહરૂખ અને ગૌરીને તેમની 30મી લગ્નની વર્ષગાંઠ પર શુભેચ્છા પાઠવવી, બીજું આર્યનને જામીન મળવાની ઉજવણી કરવા અને ત્રીજું તેની શ્રેષ્ઠ મિત્ર અનન્યા પાંડેને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા.

આ પણ વાંચો –

NEET પરિણામ 2021: NTA એ NEET UG પરીક્ષાનું જાહેર કર્યુ પરિણામ, આ 3 વિદ્યાર્થીઓએ ટોપ કર્યું

આ પણ વાંચો –

Afghanistan Crisis : તાલિબાન ઇસ્લામિક સ્ટેટ સામે કેવી રીતે લડશે, ભૂતપૂર્વ અફઘાન જાસૂસ ISIS-Kમાં થશે સામેલ, આ પાછળ શું છે કારણ ?

આ પણ વાંચો – 

Navsari: PM ના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનું કામ પ્રગતિ પર, કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે કામની કરી સમીક્ષા