Dharmendra સાથે આ રીતે સમય વિતાવી રહી છે હેમા માલિની, હીમેન સાથે ડ્રીમગર્લે શેર કરી સુંદર તસ્વીર

|

Oct 26, 2021 | 8:04 PM

આ દિવસોમાં હેમા માલિની પોતાની પ્રોફેશનલ લાઈફમાંથી બ્રેક લઈને પતિ ધર્મેન્દ્ર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. તેમણે ધર્મેન્દ્ર સાથેનો પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

Dharmendra સાથે આ રીતે સમય વિતાવી રહી છે હેમા માલિની, હીમેન સાથે  ડ્રીમગર્લે શેર કરી સુંદર તસ્વીર
Dharmendra-Hema Malini

Follow us on

હેમા માલિની (Hema Malini) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. મંગળવારે હેમાએ પતિ ધર્મેન્દ્ર (Dharmendra) સાથેનો એક ફોટો શેર કર્યો છે, જેને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. બંને એકસાથે ઊભા છે અને હસતાં હસતાં કેમેરા સામે જોઈ રહ્યાં છે. ફોટોમાં હેમાએ બ્લુ અને વ્હાઇટ કલરનો સલવાર-સૂટ પહેર્યો હતો. આ સાથે તેમણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. ધર્મેન્દ્રએ ગ્રીન કલરની ફુલ સ્લીવ્સ ટી-શર્ટ પહેર્યું છે. તેમણે હેમાના ખભા પર હાથ રાખ્યો છે.

ફોટો શેર કરતા હેમાએ લખ્યું, ‘જેમણે મારા જન્મદિવસ પર મને શુભેચ્છા પાઠવી અને સુંદર સંદેશો મોકલ્યા તેઓનો ખૂબ ખૂબ આભાર. મેં તે બધા સંદેશાઓ વાંચ્યા અને હું ખૂબ ખુશ છું. તમારા બધાનાં પ્રેમ માટે આભારી છું. આપ સૌનો ધન્યવાદ. સેલિબ્રેશન પછી હવે આરામ કરી રહ્યા છીએ.

કોઈ પાસેથી લીધેલા નાણાં પાછા નહીં આપો તો શું થાય ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
શું યુરિક એસિડ વધી રહ્યુ છે? આ પાંચ વસ્તુઓનુ શરૂ કરો સેવન
Chapped lips : ઉનાળામાં હોઠ ફાટવાના કારણો શું છે?
Vastu Tips : તુલસીને સિંદૂર લગાવવું જોઈએ કે નહીં? જાણી લો
જો તમારા મોંમાંથી દુર્ગંધ આવે છે, તો તમારા દાંત નહીં, પેટ સાફ કરો
વિરાટ કોહલીએ 300 કરોડ રૂપિયાની ડીલ કેમ કેન્સલ કરી?


ફેન્સ કમેન્ટ સેક્શનમાં બંને પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. કોઈ લખી રહ્યું છે કે તમે બંને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના પરફેક્ટ કપલ છો. તો કોઈ કમેન્ટ કરી રહ્યું છે કે તમે બંને હંમેશા આ રીતે સાથે રહો.

તમને જણાવી દઈએ કે હેમાએ હાલમાં જ પોતાનો 73મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. હેમાએ ઘરે પરિવાર સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. બર્થડે સેલિબ્રેશનની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે. આ પાર્ટીમાં ધર્મેન્દ્ર, તેમની પુત્રી ઈશા દેઓલ (Esha Deol), ફિલ્મ નિર્માતા રમેશ સિપ્પી (Ramesh Sippy) અને અભિનેતા સંજય ખાન (Sanjay Khan) પણ સામેલ થયા હતા.

હેમાએ સેલિબ્રેશનની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી જેમાં તેમણે રેડ કલરનો સલવાર સૂટ પહેર્યો હતો અને ધર્મેન્દ્રએ લાલ શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું હતું. ફોટો શેર કરતા હેમાએ લખ્યું, ઘરે જન્મદિવસની ઉજવણી પરિવાર અને કેટલાક નજીકના મિત્રો સાથે. હેમાની પુત્રી ઈશાએ પણ તેની માતા સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. ફોટો શેર કરતા ઈશાએ લખ્યું, હેપ્પી બર્થ ડે મમ્મી. લવ યુ. તમે હંમેશા ખુશ અને સ્વસ્થ રહો. હું હંમેસા દરેક ક્ષણે તમારી સાથે રહીશ. તમારી બિટ્ટુ.


હેમા રાજકારણમાં સક્રિય છે, તેઓ મથુરાથી લોકસભાના સભ્ય છે. તેમના બોલિવૂડ કરિયરની વાત કરીએ તો હવે તે ફિલ્મોમાં ઓછા જોવા મળે છે. છેલ્લે હેમા વર્ષ 2020માં રિલીઝ થયેલી ફિલ્મ શિમલા મિર્ચી (Shimla Mirchi) માં જોવા મળ્યા હતા.

 

આ પણ વાંચો :- ‘Antim: The Final Truth’ Trailer: સલમાન ખાનની પાવર-પેક એક્શન, આયુષ શર્માની જબરદસ્ત એક્ટિંગ, જુઓ ધમાકેદાર ટ્રેલર

આ પણ વાંચો :- ‘Antim: The Final Truth’ના ટ્રેલર લોન્ચમાં કાળા પોશાકમાં પહોંચ્યા સલમાન ખાન અને આયુષ, જુઓ Photos

Next Article