Viral Video : નરેશ બાબુ-પવિત્રા લોકેશનો કિસ કરતો વીડિયો જોઈને ત્રીજી પત્ની થઈ ગુસ્સે, કહ્યું- ચોથા લગ્ન નહીં થવા દઈશ

મહેશ બાબુના સાવકા ભાઈ નરેશ બાબુએ (Naresh Babu) બે બાળકોની બે વખત છૂટાછેડા લીધેલી માતા પવિત્રા લોકેશ સાથે નવા વર્ષે ચોથા લગ્નની જાહેરાત કરી છે, ત્યારે તેની ત્રીજી પત્નીએ હેરાન કરનારું એક નિવેદન આપ્યું છે. નરેશ બાબુની ત્રીજી પત્નીએ કહ્યું કે તે કોઈપણ કીંમત પર તેના પતિને ચોથી વાર લગ્ન કરવા દેશે નહીં.

Viral Video : નરેશ બાબુ-પવિત્રા લોકેશનો કિસ કરતો વીડિયો જોઈને ત્રીજી પત્ની થઈ ગુસ્સે, કહ્યું- ચોથા લગ્ન નહીં થવા દઈશ
Naresh Babu - Pavitra Lokesh
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jan 07, 2023 | 8:27 PM

મહેશ બાબુના સાવકા ભાઈ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક્ટર નરેશ બાબુ ઘણા મહિનાઓથી એક્ટ્રેસ પવિત્રા લોકેશ સાથેના અફેરને લઈને ચર્ચામાં છે. નવા વર્ષે 1 જાન્યુઆરીએ તેને સોશિયલ મીડિયા પર તેના ચોથા લગ્નની જાહેરાત પણ કરી હતી. નરેશ બાબુએ એક વીડિયો શેયર કર્યો છે જેમાં તે પવિત્રા સાથે લિપ-લોક કરતો જોવા મળી રહ્યો છે. બંનેનો આ કિસિંગ વીડિયો ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. આવામાં સાઉથના આ બે સ્ટાર્સને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે અને આ દરમિયાન નરેશ બાબુની ત્રીજી પત્ની તરફથી હેરાન કરનારું એક નિવેદન સામે આવ્યું છે.

રામ્યાએ તેના પતિ પર લગાવ્યો આરોપ

નરેશ બાબુએ ભલે પવિત્રા લોકેશ સાથે તેના ચોથા લગ્નની જાહેરાત કરી હોય, પરંતુ તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક લોકોનું કહેવું છે કે એક્ટર દ્વારા શેર કરવામાં આવેલ વીડિયો તેની અપકમિંગ ફિલ્મ ‘મલ્લી પેલી’ માટે પબ્લિસિટી ગેમ છે. આ દરમિયાન નરેશની ત્રીજી પત્ની રામ્યા રઘુપતિએ કહ્યું છે કે તે તેને લગ્ન કરવા દેશે નહીં અને હજુ છૂટાછેડા લેવાના બાકી છે. તેણીએ મીડિયા સાથે વાતચીત કરી અને પતિ પર આરોપ લગાવ્યો છે કે નરેશ પહેલાથી જ ત્રણ વાર લગ્ન કરી ચુક્યો છે અને તે ત્રણેયને એક બાળક છે.

ચોથી વાર લગ્ન કરવા દેશે નહિ રામ્યા રઘુપતિ

રામ્યા રઘુપતિએ પણ નરેશ વિશે કેટલીક આશ્ચર્યજનક હકીકતો જાહેર કરી છે. રામ્યા નરેશના જણાવ્યા મુજબ નરેશે પહેલા તેના પર દિવંગત સુપરસ્ટાર કૃષ્ણા ગરુ સાથે અફેર હોવાનો આરોપ મૂક્યો હતો અને તેની પાસે દિગ્ગજ એક્ટરની નકલી સહી સાથે લખાયેલ એક પત્ર છે. રામ્યાએ સ્પષ્ટપણે કહ્યું કે તે તેના પતિને કોઈ પણ કીંમત પર ફરીથી લગ્ન કરવા દેશે નહીં કારણ કે તેના પુત્રને પિતાની જરૂર છે.

રામ્યા દ્વારા પવિત્રા લોકેશ સાથે રંગે હાથે ઝડપાયો હતો નરેશ બાબુ

ગયા વર્ષે મૈસુરની એક હોટલમાં પવિત્રા અને લોકેશ પર રામ્યા રઘુપતિ દ્વારા ચપ્પલ વડે હુમલો કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જ્યારે તેઓ હોટલમાંથી બહાર આવી રહ્યા હતા, ત્યારે રામ્યાએ પતિને રંગે હાથે પકડી લીધો હતો અને તેની સાથે અપશબ્દો બોલી ચપ્પલ માર્યા હતા. તે દરમિયાન પોલીસ કર્મચારીઓએ પણ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ ત્યાં રોકાયા ન હતા.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે પવિત્રા લોકેશને નરેશ બાબુ સાથે જોઈને ત્રીજી પત્ની રામ્યા કેવી રીતે ગુસ્સે થઈ જાય છે અને તેની સાથે દુર્વ્યવહાર કરતી વખતે તેના પર ચપ્પલ ફેંકે છે. બીજી તરફ નરેશ બાબુ તેની પત્નીને ચીટર અને ફ્રોડ મહિલા કહે છે અને પવિત્રા સાથે લિફ્ટની અંદર જાય છે. આ દરમિયાન જ્યારે તે તેની કારમાં જાય છે, ત્યારે તેને દાવો કર્યો હતો કે તેની ત્રીજી પત્નીનું રાકેશ શેટ્ટી નામના વ્યક્તિ સાથે અફેર હતું અને તે તેને બ્લેકમેલ કરી રહી હતી.