Sooryavanshi BO Collection Day 6: અક્ષય કુમારની ફિલ્મનો જાદુ અટકવા માટે નથી તૈયાર, છઠ્ઠા દિવસે કરી અધધધ કમાણી

|

Nov 11, 2021 | 6:59 PM

અક્ષય કુમાર (Akshay Kumar) અને કેટરીના કૈફ (Katrina Kaif)ની ફિલ્મ સૂર્યવંશી (Sooryavanshi)ને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. છઠ્ઠા દિવસે ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન બહાર આવ્યું છે.

Sooryavanshi BO Collection Day 6: અક્ષય કુમારની ફિલ્મનો જાદુ અટકવા માટે નથી તૈયાર, છઠ્ઠા દિવસે કરી અધધધ કમાણી
Sooryavanshi

Follow us on

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે (Akshay Kumar) દિવાળીના અવસર પર સૂર્યવંશી (Sooryavanshi) ને રિલીઝ કરીને હંગામો મચાવ્યો છે. સૂર્યવંશી 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં 150 કરોડની ક્લબમાં પણ સામેલ થશે. ફિલ્મનો જાદુ વિકેન્ડમાં પણ બોક્સ ઓફિસ પર ચાલી રહ્યો છે અને ફિલ્મનું છઠ્ઠા દિવસનું કલેક્શન બહાર આવ્યું છે.

 

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

કેટરિના કૈફ (Katrina Kaif) અને અક્ષય કુમારની ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ફિલ્મમાં એક્શન સિક્વન્સ ચાહકોના દિલ જીતી રહ્યા છે. સૂર્યવંશીનું છઠ્ઠા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન બહાર આવ્યું છે અને ફિલ્મે આ દિવસે પણ કરોડોની કમાણી કરી છે.

 

છઠ્ઠા દિવસે આટલા કરોડની કમાણી કરી

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સોશિયલ મીડિયા પર સૂર્યવંશીના બોક્સ ઓફિસ કલેક્શન વિશે માહિતી આપી છે. તેમણે પોસ્ટ કર્યું – સૂર્યવંશી છઠ્ઠા દિવસે પણ મજબૂત નંબરો સાથે આવી. સારા રિવ્યુ અને મોટી હિન્દી ફિલ્મ આ શુક્રવારે રિલીઝ ન થવાને કારણે સૂર્યવંશીને બીજા અઠવાડિયામાં સારો સ્કોર કરવાની તક મળી.

 

ફિલ્મે પહેલા દિવસે 26.29 કરોડ, બીજા દિવસે 23.85 કરોડ, ત્રીજા દિવસે 26.94 કરોડ, ચોથા દિવસે 14.51 કરોડ, પાંચમાં દિવસે 11.22 કરોડ અને છઠ્ઠા દિવસે 9.55 કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં કુલ 112.36 કરોડનો બિઝનેસ કર્યો છે.

 

 

રોહિત શેટ્ટીએ 100 કરોડની ક્લબમાં સામેલ થવા પર ખુશી વ્યક્ત કરી

બુધવારે સૂર્યવંશીના 100 કરોડ ક્લબમાં સામેલ થયા બાદ રોહિત શેટ્ટીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. તેમણે એક પોસ્ટર શેર કર્યું જેમાં પાંચમા દિવસે ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન જણાવવામાં આવ્યું હતું. પોસ્ટ શેર કરતા તેમણે લખ્યું- થેંક યુ ઈન્ડિયા. તેમની પોસ્ટ પર ઘણા સેલેબ્સે કોમેન્ટ કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા.

 

સૂર્યવંશી વિશે વાત કરીએ તો રોહિત શેટ્ટી (Rohit Shetty)ની કોપ યુનિવર્સની આ ચોથી ફિલ્મ છે. અગાઉ સિંઘમ, સિંઘમ રિટર્ન્સ, સિમ્બા બની ચૂકી છે. જે બાદ હવે રોહિત શેટ્ટી સૂર્યવંશીને લઈને આવ્યા છે. આ ફિલ્મમાં અક્ષય સાથે કેટરીના કૈફ લીડ રોલમાં જોવા મળી રહી છે. આ સાથે અજય દેવગણ (Ajay Devgn) અને રણવીર સિંહ (Ranveer Singh) કેમિયોમાં જોવા મળ્યા છે.

 

 

આ પણ વાંચો :- વિક્કી કૌશલ-સારા અલી ખાનને સાથે જોઈ ફોટોગ્રાફરે પૂછ્યું, “ક્યારે લગ્ન કરી રહ્યા છો?” Videoમાં જુઓ સારાએ શું આપી પ્રતિક્રિયા

 

આ પણ વાંચો :- Priyanka Chopraએ ઈન્ટરવ્યુમાં બધાની સામે કહ્યું, “મારો પતિ મને મારી નાખશે”

Next Article