Padma shri Award : પદ્મશ્રી મેળવીને સોનુ નિગમ થયો ભાવુક, માતાને યાદ કરતા કહ્યુ આ

|

Jan 26, 2022 | 5:40 PM

કલાના ક્ષેત્રમાં, સોનુ નિગમે તેની ગાયકી કૌશલ્યથી દેશને ગૌરવ અપાવ્યું, જેના માટે તેને સન્માન મળ્યું, આ સન્માન બાદ સોનુ નિગમે તેની માતા અને તેના ગુરુજીને શ્રેય આપ્યો.

Padma shri Award : પદ્મશ્રી મેળવીને સોનુ નિગમ થયો ભાવુક, માતાને યાદ કરતા કહ્યુ આ
Sonu Nigam becomes emotional remembering his mother after being conferred Padma Shri

Follow us on

બોલિવૂડના લોકપ્રિય ગાયક સોનુ નિગમને (Sonu Nigam) ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી (Padma shri Award) સન્માનિત કરવામાં આવ્યા છે. સોનુ નિગમ ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મળવાની ખુશીમાં ખૂબ જ ભાવુક જોવા મળ્યો હતો. આ દરમિયાન તેને તેની માતા (શોભા નિગમ) યાદ આવી. કલાના ક્ષેત્રમાં, સોનુ નિગમે તેની ગાયકી કૌશલ્યથી દેશને ગૌરવ અપાવ્યું, જેના માટે તેને સન્માન મળ્યું, સોનુ નિગમે આ ખાસ અવસર પર તેની માતા અને તેના ગુરુજીને શ્રેય આપ્યો. સિંગર સોનુ નિગમે કહ્યું- ’26 જાન્યુઆરી આમ પણ મારા અને મારા પરિવાર માટે ખૂબ જ ખાસ હોય છે. મને આ સન્માન માટે લાયક ગણવા બદલ હું ભારત સરકારનો ખૂબ જ આભારી છું.

તેણે વધુમાં કહ્યું કે તે આ એવોર્ડ તેની માતાના ચરણોમાં સમર્પિત કરવા માંગે છે. સોનુ નિગમે કહ્યું- ‘હું મારી માતાનો આભાર માનું છું. હું મારા પિતાનો આભાર માનું છું. હું આ એવોર્ડ મારી માતાને સમર્પિત કરવા માંગુ છું. જો તે આજે અહીં હોત, તો તેની આંખો ભીની થઇ ગઇ હોત. આ પ્રસંગે, હું મારા ગુરુઓને હાથ જોડીને નમન કરવા માંગુ છું જેમણે મને ઘણું બધું શીખવ્યું. આજે હું જે કંઈ પણ જાણું છું તે તેમના કારણે જ જાણું છું. તેમના આશીર્વાદથી જ હું આજે અહીં છું. મારા મિત્રો, મારા સહકર્મીઓ, તેઓએ મને ખૂબ સપોર્ટ કર્યો, હું તેમનો પણ આભાર માનું છું. તે મારો આધાર બનીને થાંભલાની જેમ મારી પડખે ઊભા રહ્યા.

સોનુ નિગમે બોલિવૂડમાં એકથી એક જોરદાર ગીતો ગાયા છે. હિન્દી સિવાય તેણે બીજી ઘણી ભાષાઓમાં ગીતો ગાયા છે. વર્ષ 2003માં સોનુ નિગમને ફિલ્મ કલ હો ના હોના ટાઈટલ માટે નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો. સોનુ નિગમે આમિર ખાનની ફિલ્મ પીકેનું ગીત ‘ભગવાન હૈ કહાં તુ’ ગાયું હતું, આ ગીત માટે તેને ચાહકોએ ખૂબ વખાણ્યો હતો. અગ્નિપથનું ગીત ‘અભી મુઝ મેં કહીં’ ચાહકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. આ સિવાય ફિલ્મ કભી ખુશી કભી ગમનું ગીત ‘સૂરજ હુઆ મધ્ધમ’ આજે પણ એક આઇકોનિક ગીત છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

આ પણ વાંચો –

કેટરીના કૈફે શેર કર્યો Nirbhaya Squadનો વીડિયો, દિલ જીતી લેશે મુંબઇ પોલીસની આ ક્લિપ

આ પણ વાંચો –

73rd Republic Day: મશહૂર ગાયિકા સંધ્યા મુખોપાધ્યાયે પદ્મ પુરસ્કાર સ્વીકારવાનો કર્યો ઈનકાર, આ કારણે છે નારાજ

Next Article