Song Aila Re Aillaa :અક્ષયે અજય-રણવીર સાથે જબરદસ્ત કર્યો ડાન્સ, આ ફિલ્મમાંથી લીધું છે ‘સૂર્યવંશી’ નું આ ગીત, જુઓ ગીત

|

Oct 21, 2021 | 8:23 PM

Aila Re Aillaa Song Release : આ ગીતનું મ્યુઝીક બદલીને તનિષ્ક બાગચીએ તેને નવો રંગ આપ્યો છે. ગીતના લિરિક્સ શબ્બીર અહમદે લખ્યા છે અને તેને દલેર મહેંદીએ તેના અવાજથી સજાવ્યું છે.

Song Aila Re Aillaa :અક્ષયે અજય-રણવીર સાથે જબરદસ્ત કર્યો ડાન્સ, આ ફિલ્મમાંથી લીધું છે સૂર્યવંશી નું આ ગીત, જુઓ ગીત
Akshay Kumar, Ranveer Singh, Ajay Devgn

Follow us on

અક્ષય કુમાર (Akshay Kumar) ના ચાહકો, જે તેની ફિલ્મ ‘સૂર્યવંશી’ (Sooryavanshi) ના ગીતની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે આજે એટલે કે ગુરુવારે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતના શબ્દો છે- ‘આઈલા રે આઈલા’ (Song Aila Re Aillaa). ‘સૂર્યવંશી’ની ટીમે માત્ર અક્ષય કુમારને જ નહીં પણ રણવીર સિંહ (Ranveer Singh) અને અજય દેવગણ (Ajay Devgn) ના ચાહકોને વહેલી સવારે ‘આઈલા રે આઈલા’ ગીત રિલીઝ કરીને ટ્રીટ આપી છે. આ ગીતમાં રણવીર સિંહ, અજય દેવગણ અને અક્ષય કુમારે જોરદાર ડાન્સ કર્યો છે. ‘આઈલા રે આઈલા’ ગીત રિલીઝ થતાની સાથે જ યુટ્યુબ પર હિટ થઈ ગયું છે.

આ ગીત સાંભળ્યા પછી તમને લાગશે કે તમે તેને પહેલા સાંભળ્યું છે. હા, તમે આ ગીત જરુર સાંભળ્યું હશે, કારણ કે તે અક્ષય કુમારની ફિલ્મ ‘ખટ્ટા મીઠા’ (Khatta Meetha) નું ગીત છે. જોકે આ ગીતને નવો વળાંક આપવામાં આવ્યો છે. રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીનું આ ગીત એક્શનથી ભરપૂર અને ખૂબ જ મજેદાર છે. તમને આ ગીતમાં થોડી કોમેડી પણ જોવા મળશે. ગીત વિશે વાત કરીએ તો, તેના બોલ ખટ્ટા મીઠાના સમાન શીર્ષકના ગીતમાંથી લેવામાં આવ્યા છે, પરંતુ સંપૂર્ણ રીતે નહીં.

આવતાં જ છાવાયું અક્ષયનું ‘આઈલા રે આઈલા’ ગીત

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

આ ગીતમાં એક ટ્વિસ્ટ એ છે કે તેમાં રણવીર સિંહ અને અજય દેવગણ પણ છે. એટલું જ નહીં, આમાં એક ટ્વિસ્ટ છે કે આ ગીતમાં અજય દેવગણની ફિલ્મોના ગીતો અને રણવીર સિંહની ફિલ્મોના ગીતોનાં સ્ટેપ્સ પણ દાખલ કરવામાં આવ્યા છે.

ઉદાહરણ તરીકે, તમને આ ગીતમાં રણવીર સિંહની ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ના’ મલ્હારી સોંગ’ના સ્ટેપ્સ જોવા મળશે. ગીત જોવામાં અને સાંભળવામાં ખૂબ જ મજેદાર લાગી રહ્યું છે. આ ગીતનું સંગીત બદલીને તનિષ્ક બાગચીએ તેને નવો રંગ આપ્યો છે. ગીતના શબ્દો શબ્બીર અહમદે લખ્યા છે અને તેને દલેર મહેંદીએ તેના અવાજથી સજાવ્યું છે.

 

ફિલ્મ સૂર્યવંશીની ટીમ તેના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 5 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. હાલમાં, અક્ષય કુમાર ઉટીમાં રામ સેતુ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે, તેથી કેટરિના કૈફ (Katrina Kaif) અને રોહિત શેટ્ટી (Rohit Shetty) એ ફિલ્મનું પ્રમોશન હાથ ધર્યું છે.

 

આ પણ વાંચો :- Sooryavanshi માટે રોહિત શેટ્ટીનું શાનદાર આયોજન, દિવાળી પર ધમાકા માટે છે તૈયાર

આ પણ વાંચો :- Akshra Singhએ કહ્યું ‘કોઈની નકારાત્મકતા નથી જોતી’, ચાહકોએ કહ્યું- શું વાત છે મેડમ…

Next Article