Abhishek Bachchan : બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન (Actor Abhishek Bachchan) તેના કોમિક ટાઈમિંગ અને સચોટ જવાબો માટે જાણીતો છે. ઘણી વખત અભિષેક ટ્રોલર્સને(Trollers) જવાબ આપતા જોવા મળે છે. હાલમાં જ પોતાની ફિલ્મોને લઈને ટ્રોલ થઈ રહેલા જુનિયર બચ્ચને સોશિયલ મીડિયા(Social Media) યુઝરને ફની જવાબ આપ્યો છે.
તમને જણાવી દઈએ કે,અભિષેક બચ્ચનને ટેગ કરીને એક સોશિયલ મીડિયા યુઝરે આ મીમ શેર કર્યો છે. આ 2018ની ફિલ્મ ‘કામયાબ’નો એક ફોટો છે જેના પર ફિલ્મના અભિનેતા સંજય મિશ્રાની (Sanjay Mishra) જગ્યાએ અભિષેક બચ્ચનનો ચહેરો ‘ફોટોશોપ’ કરવામાં આવ્યો છે. ફોટામાં દેખાઈ રહ્યું છે કે અભિષેક બચ્ચન ફોન પર વાત કરી રહ્યો છે.
Sach hai na sir? @juniorbachchan pic.twitter.com/b1hJGixXZQ
— Akash Singh Rajput (@IamASR_) March 7, 2022
આ ફોટામાં લખવામાં આવ્યું છે કે “જ્યારે અભિષેકને એક ફિલ્મ માટે નિર્દેશકનો ફોન આવે છે, ત્યારે તે પૂછે છે કે શું તમે મને મૂર્ખ બનાવી રહ્યા છો ?”આ સાથે સોશિયલ મીડિયા યુઝરે અભિષેક બચ્ચનને ટેગ કરીને પૂછ્યું છે કે, “સાચુ છે સાહેબ ?” તેના જવાબમાં અભિષેકે કહ્યું કે “અરે યાર, મને તારો સ્વભાવ ગમ્યો ,જે કંઈ પણ બનો પણ તે સારા બનો” અભિષેક બચ્ચનના આ ટ્વીટ બાદ તેને ટ્રોલ કરવાના ઈરાદાથી ટ્વીટ કરનાર યુઝર પોતે જ ટ્રોલ થવા લાગ્યા છે.
અભિષેક બચ્ચનના જવાબ બાદ તેના ફેન્સ પણ અભિનેતાના સમર્થનમાં ટ્વિટ કરી રહ્યા છે. એક ચાહકે ટ્વીટ કરીને લખ્યું કે તેને અભિષેકની એક્ટિંગ સ્કિલ પર પૂરો વિશ્વાસ છે. તો એક પ્રશંસકે લખ્યું કે, અભિષેક તમે બહુ મોટા દિલના છો. આ સારા ગુણોને ક્યારેય ગુમાવશો નહીં. 5 સારા પ્રોજેક્ટના પડકારને ભૂલશો નહીં. બોબ બિસ્વાસ પછી વધુ 4ની રાહ જોઈ રહ્યા છીએ.” ઉપરાંત અભિષેકના એક પ્રશંસકે તેને સલાહ આપી કે તેણે આવા લોકો પર ધ્યાન ન આપવું જોઈએ.
તાજેતરમાં અભિષેક બચ્ચને પણ અભિનેતા અને ફિલ્મ નિર્માતા કમલ રાશિદ ખાનને જવાબ આપ્યો હતો જ્યારે તેણે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. અભિષેકે ગયા મહિને મલયાલમ ફિલ્મ વાશી માટે કેટલીક પ્રશંસા ટ્વિટ કરી હતી અને KRKએ તેના પર કટાક્ષ કર્યો હતો, “ભાઈ કભી આપ બૉલીવુડ વાલે ભી કોઈ અવિશ્વસનીય ફિલ્મ બન્ના દેના.” ત્યારબાદ અભિષેક બચ્ચને તેનો વળતો જવાબ આપ્યો હતો.
આ પણ વાંચો : Amitabh Bachchanની ફિટનેસનું રહસ્ય, આ વસ્તુઓથી રહે છે દૂર, કરે છે નિયમિત વર્કઆઉટ
આ પણ વાંચો : Women’s Day 2022 : ટીવી કલાકારોએ તેમના ચાહકોને પાઠવી શુભેચ્છા,કહ્યું “દરેક દિવસ મહિલા દિવસ હોવો જોઈએ”
Published On - 7:49 am, Tue, 8 March 22