
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથેના લગ્ન પર મૌન તોડ્યું છે અને પોસ્ટ કરીને કહ્યું હવે આગળ વધવાનો સમય આવી ગયો છે.ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેના લગ્નને લગતી અટકળોનો અંત લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલમાં સોશિયલ મીડિયા પર તેના લગ્ન સાથે જોડાયેલી ચર્ચાઓ થઈ રહી હતી, ત્યારે સ્મૃતિએ સ્પષ્ટપણે કહ્યું છે કે આ એક વ્યક્તિગત મામલો છે અને તે તેના પરિવાર સાથે તેને ઉકેલવા માટે સમય માંગે છે. આ સાથે, તેણે પલાશ મુછલ સાથેના તેના લગ્ન રદ કરવાની જાહેરાત કરી છે.
સ્મૃતિ મંધાનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક સ્ટોરી શરે કરી લખ્યું કે, છેલ્લા કેટલાક સમયથી મારા જીવનને લઈ અનેક અટકળો ચાલી રહી છે અને મને લાગે છે કે, મારે બોલવું જરુરી છે. હું સ્પષ્ટ કરવા માગું છુ કે, મારા લગ્ન રદ્દ કરવામાં આવ્યા છે. હું આ બધું સમાપ્ત કરવા માંગુ છુ. હું તમને વિનંતી કરું છુ કે, હાલમાં અમારા બંન્નેના પરિવારની ગોપનીયતાનો આદર કરો અને અમને આગળ વધવા દો.
સ્મૃતિ મંધાનાએ આગળ લખ્યું કે, હું આશા રાખું છું કે હું લાંબા સમય સુધી ભારત માટે રમવાનું અને ટ્રોફી જીતવાનું ચાલુ રાખીશ, અને તે હંમેશા મારું ધ્યાન રહેશે. તમારા સમર્થન બદલ આભાર. આગળ વધવાનો સમય આવી ગયો છે.
આ પોસ્ટએ સમયે સામે આવી છે જ્યારે સ્મૃતિ મંધાનાના લગ્નને લઈ અનેક સવાલો થઈ રહ્યા હતા. 23 નવેમ્બર 2025ના રોજ પલાશ મુછલ સાથે સ્મૃતિ મંધાનાના લગ્ન મહારાષ્ટ્રના સાંગલીમાં નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ તેની પિતાની તબિયત ખરાબ થવાના કારણે લગ્નને બંધ રાખવામાં આવ્યા હતા. પિતાને હાર્ટ અટેકના લક્ષણો હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પલાશની પણ તબિયત બગડી હતી. લગ્નને થોડા સમયે બાદ સ્થગિત કરવામાં આવ્યા હતા. હવે સ્મૃતિ મંધાનાએ લગ્ન રદ્દ થયાની જાહેરાત કરી છે.
Published On - 1:48 pm, Sun, 7 December 25