
ટીમ ઈન્ડિયાની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના રવિવારે 23 નવેમ્બરના રોજ સિંગર પલાશ મુચ્છલ સાથે લગ્નના બંધનમાં બંધાવાની હતી. પરંતુ આ પહેલા લગ્નના માહૌલ વચ્ચે એક દુખદ સમાચાર સામે આવ્યા છે.લગ્ન માટે શુભ મુહૂર્ત 23 નવેમ્બર રવિવારના રોજ સાંજે 4.30 વાગ્યાની આસપાસ નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ તે પહેલાં, ઘરે પિતાની તબિયત બગડી ગઈ, ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.પિતાની બગડતી તબિયતને કારણે, સ્મૃતિએ હાલ પૂરતા લગ્ન મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના અને સિંગર પલાશ મુચ્છલના લગ્ન અચાનક મુલતવી રાખવામાં આવ્યા છે. સ્મૃતિ અને પલાશ રવિવાર, 23 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાં લગ્ન કરવાના હતા. જોકે, લગ્ન થાય તે પહેલાં જ એક દુ:ખદ ઘટના બની જ્યારે સ્મૃતિના પિતા અચાનક બીમાર પડી ગયા. અહેવાલો અનુસાર, અચાનક બનેલી ઘટના પછી એમ્બ્યુલન્સ આવી અને સ્મૃતિના પિતાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. પિતાની તબિયત લથડતી હોવાથી, સ્મૃતિએ હાલ પૂરતા લગ્ન મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.
VIDEO | Tuhin Mishra, manager of Indian cricketer Smriti Mandhana, confirms that her father is not well and the wedding has been indefinitely postponed.
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/K5EVJwyR4h
— Press Trust of India (@PTI_News) November 23, 2025
મીડિયા સાથે વાત કરતાં, સ્મૃતિ મંધાનાના મેનેજર તુહિન મિશ્રાએ સમગ્ર ઘટના વર્ણવી. તેમણે કહ્યું, “આજે સવારે નાસ્તો કરતી વખતે તેના પિતાની તબિયત બગડી ગઈ હતી. તેમને લાગ્યું કે તે સ્વસ્થ થઈ જશે, તેથી અમે થોડી રાહ જોઈ. પરંતુ પછી તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સ્મૃતિ તેના પિતાની ખૂબ નજીક છે. તેથી, તેમણે તેના પિતા સંપૂર્ણપણે સ્વસ્થ ન થાય ત્યાં સુધી લગ્ન ન કરવાનો નિર્ણય લીધો છે.”
મળતી માહિતી મુજબ, સવારે નાસ્તા દરમિયાન મંધાનાના પિતાની તબિયત બગડી હતી પરંતુ જ્યારે તેમની તબિયતમાં કોઈ સુધારો થયો નહીં, ત્યારે તેમને તાત્કાલિક સાંગલીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ડોક્ટરો તેમની તબિયત પર નજર રાખી રહ્યા છે.
Published On - 4:20 pm, Sun, 23 November 25