Singham Againનું ટ્રેલર થયું લોન્ચ, રામાયણના દેખાયા સીન, પણ એકસાથે ઘણા બધા સ્ટાર્સને જોઈ ફેન્સ કન્ફ્યુઝ, જુઓ-Video

|

Oct 08, 2024 | 9:41 AM

અજય દેવગન, કરીના કપૂર, અર્જુન કપૂર, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ સ્ટારર ફિલ્મ 'સિંઘમ અગેન'નું ટ્રેલર આવતા જ ચાહકોની રાહનો અંત આવી ગયો. રોહિત શેટ્ટીના આ એક્શન-ડ્રામાના ટ્રેલરની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. જોકે, ટ્રેલરમાં લગભગ દરેક સ્ટારે પોતાના પરફોર્મન્સથી ચાહકોને પ્રભાવિત કર્યા હતા.

Singham Againનું ટ્રેલર થયું લોન્ચ, રામાયણના દેખાયા સીન, પણ એકસાથે ઘણા બધા સ્ટાર્સને જોઈ ફેન્સ કન્ફ્યુઝ, જુઓ-Video
Singham Again trailer launched

Follow us on

અજય દેવગન, કરીના કપૂર, અર્જુન કપૂર, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, ટાઈગર શ્રોફની સ્ટારર ફિલ્મ ‘સિંઘમ અગેન’નું ટ્રેલર આવતાની સાથે જ ચાહકોની રાહનો અંત આવ્યો. રોહિત શેટ્ટીના આ એક્શન-ડ્રામાના ટ્રેલરની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. જોકે ટ્રેલરમાં લગભગ દરેક સ્ટારે પોતાના અભિનયથી ચાહકોને પ્રભાવિત કર્યા હતા, પરંતુ તાજેતરમાં જ માતા બનેલી દીપિકા પાદુકોણનો અલગ અંદાજ જોઈ ફેન્સ પ્રભાવિત થયા છે.

દીપિકા પાદુકોણનો રોલ જોવા ઉતાવળા થયા લોકો

દીપિકા પાદુકોણે અગાઉ રોહિત શેટ્ટીની ફિલ્મ ‘ચેન્નઈ એક્સપ્રેસ’માં પણ કામ કર્યું હતું, જે પાત્ર એ દીપિકાને નંબર 1 અભિનેત્રી બનાવવામાં ઘણી મદદ કરી હતી. જ્યારે આ ફિલ્મમાં તેની ભૂમિકાની ઘણી પ્રશંસા થઈ હતી, ત્યારે ફિલ્મ ‘સિંઘમ અગેન’નું ટ્રેલર સામે આવી ગયુ છે પણ આ ફિલ્મમાં એકસાથે ઘણા બધા એક્ટર્સ જેવા કે અજય દેવગન, રણવીર સિંહ, અક્ષય કુમાર, કરીના કપૂર ખાન, ટાઈગર શ્રોફ અને દીપિકા જેવા મોટા સ્ટાર્સ સામેલ છે તો દર્શકોને ફિલ્મમાં લેડી સિંઘમ ક્યાક દબાઈ જતી દેખાય છે. ટ્રેલરમાં દીપિકાનો રોલ ઘણો નાનો છે.

BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું

ત્યારે યુઝર્સ થોડા નિરાશ થતા છે કે જે ફિલ્મ દીપિકાને લેડી સિંઘમ રાખી તેની આસપાસ ફરવી જોઈએ તે અજય દેવગણ અને તેની સ્ટોરીની આસપાસ ફરી રહી છે.  ઘણા દર્શકોએ દીપિકાના પાત્રોમાં જોવા મળતા સ્ટીરિયોટાઇપ્સને લઈને સોશિયલ મીડિયા પર તેમની પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાકે કહ્યું છે કે જ્યારે અર્જુન કપૂર અને ટાઈગર શ્રોફ જેવા અન્ય કલાકારો હાજર છે, તો પછી દીપિકાએ આવું પ્રદર્શન આપવાની શું જરૂર છે.

‘સિંઘમ અગેન’નું ટ્રેલર અજય દેવગનના સીનથી શરૂ થાય છે

આ વખતે રોહિત શેટ્ટીએ પોતાની ફિલ્મને રામાયણ સાથે જોડી છે. જેમાં શ્રદ્ધા છે, રામલીલા છે, દેશભક્તિ છે અને દેશ માટે પોતાનો જીવ આપી દેવાનો જુસ્સો છે. આ ફિલ્મનું ટ્રેલર હિન્દી ફિલ્મોના ઈતિહાસનું સૌથી લાંબુ ટ્રેલર હોવાનું કહેવાય છે. ફિલ્મનું આ 4:58 સેકન્ડનું ટ્રેલર અજય દેવગનના સીનથી શરૂ થાય છે.

 

Next Article