
શ્રેષ્ઠા અય્યરે તેના ભાઈ શ્રેયસ ઐયરના સંઘર્ષો વિશે બોલતા કહ્યું કે , મને લાગે છે કે શ્રેયસ વધુ સારું લાયક છે. મેં તેની મહેનત અને સંઘર્ષને ખૂબ જ નજીકથી જોયા છે. તેણે પોતાના જીવનમાં ઘણો ત્યાગ કર્યો છે. મને જે સરળ જીવન મળ્યું, તે તેને ક્યારેય મળ્યું નહોતું. શ્રેયસને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તેણે વધુમાં જણાવ્યું કે શ્રેયસ પરિવારના મોટા હોવાથી બાળપણથી જ અનેક જવાબદારીઓ ઉઠાવી હતી.
શ્રેયસની બહેન કહે છે કે તેના (શ્રેયસ) કારણે અમારું પરિવાર સારું જીવન જીવી રહ્યું છે. હું તેને તેનો શ્રેય આપું છું કારણ કે તેણે અમારા માતાપિતાને આર્થિક રીતે ટેકો આપ્યો છે. તેની કારકિર્દી અને સફર ખૂબ જ મુશ્કેલ રહી છે. તેણે આગળ વધવા માટે કોલેજ અને મુસાફરી સહિત બધું જ બલિદાન આપ્યું છે. શ્રેયસ પોતાની પ્રેક્ટિસ માટે દરરોજ વહેલી સવારે બસમાં જતો હતો જેથી ટેક્સીનો ખર્ચ બચાવી શકાય.
શ્રેષ્ઠાના કહેવા મુજબ, શ્રેયસને કેપ્ટનશિપ ત્રણ વર્ષ પહેલાં જ મળી જવી જોઈએ હતી. જોકે તે હંમેશા સકારાત્મક વિચારે છે. શ્રેષ્ઠાએ એક ભાવુક ક્ષણ પણ શેર કરી. ઈજા બાદ જ્યારે તે હોસ્પિટલમાં શ્રેયસને મળવા ગઈ ત્યારે શ્રેષ્ઠા રડવા લાગી હતી. ત્યારે શ્રેયસે કહ્યું, “જો તારે રડવું હોય તો બહાર જઈને રડ, મારી સામે નહીં.” શ્રેષ્ઠાના જણાવ્યા પ્રમાણે, તેણે પોતાના ભાઈને માત્ર એક જ વખત રડતા જોયો છે. જ્યારે લગભગ 10 મહિના પહેલાં તેના પાળેલા કૂતરાનું મૃત્યુ થયું હતું.
સોશિયલ મીડિયા પર કેટલાક લોકો શ્રેયસ અય્યરને ઘમંડી કહે છે. આ અંગે શ્રેષ્ઠાએ કહ્યું કે, “આ વાત બિલકુલ સાચી નથી. તે ખૂબ જ સરળ અને પ્રેમળ સ્વભાવનો છે. કોઈપણ ખેલાડી જ્યારે ભોજન કરી રહ્યો હોય અથવા અન્ય કામમાં વ્યસ્ત હોય ત્યારે તેને વારંવાર પરેશાન કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ અસ્વસ્થ થઈ શકે છે.” તેણે જણાવ્યું કે શ્રેયસ પોતે સોશિયલ મીડિયા ચલાવતો નથી. તેની ટીમ આ કામ સંભાળે છે. કારણ કે તે ટ્રોલિંગથી દૂર રહેવાનું પસંદ કરે છે.
Published On - 2:32 pm, Thu, 9 July 26